સરસીયા રેંજમાં ઘારી રાઉન્ડની છતડીયા બૌટના અનામત જંગલ
ભાગમાં ના.૧૩.૮.૨૦૨૩ ના રોજ ગેરકાયદેસર પ્રવેશ કરી વન્યપ્રાણીઓ ઉપર સત્રીના સમયે વાહન અને હાથબી દવારા પ્રકાશ ફેંકી વન્યપ્રાણીઓને રંજાડ કરવાના ગુન્હા સબબ ગીર(પૂર્વ)વન વિભાગના નાયબ વન સંરક્ષકશ્રી રાપિસહ ઝાલા તથા મદદનીશ વન સંરક્ષકશ્રી ધારી શૈલેષ ત્રીવેદીના માર્ગદર્શન હેઠળ સરસીયા રેંજના મહીલા રેંજ ફોરેસ્ટ ઓફિસર શ્રીમતી જયોતિબેન વાજા અને તેમની ટીમ દવારા સધન તપાસ કરતા તા.૨૧ અને તા.૨૨.૯.૨૦૨૩ ના રોજ ટીંબલા,રાજકોટ,બારડોલી અને સુરત સુધીનું પગેરું શોધી કાઢી ગેરકાયદેસર સિંહ દર્શનની લાલચથી આવેલ ૫(પાંચ)ઇસમ ૧.પ્રતાપ જગુ ર.સુનીલ મનસુખ ૩.વીક્રમ મનસુખ ૪.રાકેશ ચંદ ૫.ભીખુ નંદલાલ તેમના વાહન ઇનોવા નં.જી.જે.18 એબી.9364 સાથે રજુ થતાં તેમની સામે કાયદાકીય કાર્યવાહી કરી ૨,૨૦૭૦૦/- નો દંડ વસુલ કરવામાં આવેલ અગાઉ તા.૧૭.૮ ૨૦૨૩ ના આજ ગુનાના અનુસંધાને પાપાંચ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ જેમાં ૨,૧૯૦૦૦૦/-ના દંડની વસુલાત કરવામાં આવેલ આમ આ સંપૂર્ણ કેસમાં વન્યપ્રાણીઓને રંજાડ અને ગુન્હાહીત કૃત્ય આચરવા બદલ વન્યપ્રાણી અધિનિયમ ૧૯૭૨ ની વિવિધ કલમ હેઠળ ૨,૩૯૭૦૦૦/- ના દંડ વસુલ કરી નીયમ મુજબની કાર્યવાહી કરવામાં આવેલ છે.
રિપોર્ટ અરવિંદ દવે ધારી