Gujarat

છોટાઉદેપુર જિલ્લા સમાજ સુરક્ષા કચેરી જિલ્લા સેવા સદન માં બીજા માળે  હોવાથી વિકલાંગજનો પડતી મુશ્કેલી, નિરાકરણ લાવવા માંગ 

છોટાઉદેપુર જિલ્લાની વડી કચેરી એવી જિલ્લા સેવા સદન ખાતે સમગ્ર જિલ્લાની પ્રજા એ પોતાના પ્રશ્નોના નિરાકરણ અર્થે આવવું પડતું હોય છે. જિલ્લા સેવાસદન ખાતે જિલ્લા કલેકટર સહીત તમામ વિભાગની કચેરીઓ આવેલી છે. જેમાં વિકલાંગજનો પ્રશ્નો તેમજ યોજનાઓ માટે જિલ્લા સમાજ સુરક્ષા કચેરી જિલ્લા સેવા  સદન ના બીજા માળે  હોવાથી જિલ્લાના અંધજનો, શારીરિક  વિકલાંગજનો ને કોઈપણ યોજનાકીય લાભ લેવા કે તેમના પ્રશ્નોના નિરાકરણ માટે આવવું પડતું હોય છે. પરંતુ જયારે લાઈટ બંધ હોય કે લિફ્ટ ચાલુ ના હોય તેવા સંજોગોમાં વિકલાંગજનોને ફરજીયાત પગથિયાં ચઢી બીજે માલ આવેલ જિલ્લા સમાજ સુરક્ષા સુધી ચઢી હાલાકી ભોગવવી પડે છે.  જિલ્લા સેવા સદનમાં લાઈટ ડીમ હોવાથી લિફ્ટ બંધ હોવાના કારણે તેજગઢ ના એક વિકલાંગ દમ્પતી  ને પોતે બંને શારીરિક વિકલાંગ હોવા છંતા દાદરા ચઢી રજૂઆત કરવી પડી હતી. આમ પણ જિલ્લાના દૂર દૂર ગ્રામ્ય વિસ્તારોમાંથી વિકલાંગજનો હાલાકી ભોગવીને આવતા હોય છે. અને જિલ્લા સેવા સદન ખાતે પણ દાદરા ચઢી ભારે તકલીફનો એમને સામનો કરવો પડતો હોય છે. જે નું સત્વરે નિરાકરણ લાવવા વિકલાંગજનો ની માંગ ઉઠી છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20230617-WA0050.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *