Gujarat

 ચોમાસામાં ભારે વરસાદ અને વાવાઝોડાની સ્થિતિ સર્જાય ત્યારે કોઈ જાનમાલનું નુકશાન ન થાય તે માટે છોટાઉદેપુર નગરપાલિકા તંત્ર હરકતમાં આવ્યું છે ,પાલિકા દ્વારા નગરમાં 20 જેટલા જર્જરિત સ્ટ્રક્ચર માલિકોને નોટિસ ફટકારી છે.          

 હાલમાજ બીપોરજોય વાવાઝોડાને લઈ રાજ્ય સરકાર અને તંત્ર દ્વારા સમગ્ર રાજ્યમાં અગાઉથી અનેક તકેદારીના પગલાં અને તૈયારીઓને લઈ જાનમાલના મોટા નુકશાન ને ટાળી શકાયું છે, હવે ચોમાસાની શરૂઆત થઈ રહી છે ત્યારે ચોમાસા દરમિયાન અતિવૃષ્ટિ ,ભારે વરસાદ અને ભારે પવન વાવાઝોડાની સ્થિતિ સર્જાઈ ત્યારે છોટાઉદેપુર નગરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પાલિકા તંત્ર દ્વારા પ્રિમોન્સૂન કામગીરી તો કરવામાં આવી છે પરંતુ સાથે સાથે મોટી દુર્ઘટના ન સર્જાય અને કોઈનો જીવ ન જાય તે માટે નગરપાલિકા વિસ્તારમાં તંત્રના ધ્યાને આવેલ 20 જેટલા જર્જરિત મકાનોને પાલિકાએ નોટિસ ફટકારી છે.અને આવા જર્જરિત મકાનમાં રહેવું જોખમી હોય તેને ખાલી કરવા અથવા સલામત સ્થળે સ્થળાંતર થવા સૂચના આપવામાં આવી છે.પાલિકા તંત્ર દ્વારા નગરજનોને અપીલ કરતા જણાવ્યું છે કે હજુપણ કોઈ આવા જર્જરિત સ્ટ્રક્ચર કે જોખમી વૃક્ષ ધ્યાને આવે તો તેની જાણ તાત્કાલિક નગરપાલિકાને કરે જેથી જાનમાલનું નુક્શાન ટાળી શકાય.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG_20230604_153654.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *