છોટાઉદેપુર નગરની મધ્યમાં આવેલ કુસુમ સાગર તળાવને સરકારની અમૃત સરોવર યોજના અંતર્ગત રૂપિયા સાડા ત્રણ કરોડના ખર્ચે વિકસાવવા માટેનું આયોજન નગર પાલિકા દ્વારા કરવામાં આવ્યું છે અને તેની એજન્સી દ્વારા તેની કામગીરી પણ શરૂ કરી દેવાઈ છે ,પરંતુ તળાવ કિનારે શાકભાજી,મરી મસાલાના તંબુ, લારી ગલ્લા ,પથારાવાળાઓ દ્વારા કરાયેલ દબાણો ને લઈ તળાવના ડેવલપમેન્ટની કામગીરી અટવાઈ હતી,જેથી પાલિકા દ્વારા તળાવ ફરતે કરાયેલ હંગામી દબાણો દૂર કરી તેમને શાકમાર્કેટ માં બેસવા માટેની સૂચના આપવામાં આવી હતી, અને આજે પોલીસ બંદોબસ્ત સાથે દબાણો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જોકે મોટાભાગના વેપારીઓએ સ્વેચ્છાએ પોતાના તંબુ હટાવી માર્કેટ તરફ સ્થળાંતરિત કરી દીધા હતા,પાલિકા ચીફ ઓફિસર દ્વારા વિકાસના કામમાં અને ટ્રાફિક માં અડચણ ન થાય તે માટે સહકાર આપવા વિનંતી કરી હતી.અને આગામી સમયમાં ફેરિયાઓ માટે નગરના વિવિધ વિસ્તારોમાં હોકર્સ ઝોન જાહેર કરવા માટે ની તજવીજ હાથ ધરાશે તેવી ખાતરી આપી છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


