ધર્મેન્દ્ર શર્મા પોલીસ અધિક્ષક નાઓએ સમગ્ર જીલ્લામાં પ્રોહીબિશનની પ્રવુતી નેસ્ત નાબુદ કરવા તેમજ દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા જીલ્લાના અમલદારઓને પ્રોહીની પ્રવુતી હેરાફેરી કરતા ઇસમો ઉપર વોચ રાખી અસામાજીક પ્રવ્રુતી સદંતર રીતે નેસ્ત નાબુદ થાય તે રીતેની કાર્યવાહી કરવા જરૂરી સુચનાઓ આપવામાં આવેલ. જે અનુસંધાને કે.એચ સુર્યવંશી નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ડિવીઝન છોટાઉદેપુર નાઓના માર્ગદર્શન હેઠળ આજરોજ છોટાઉદેપુર પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ્પેકટર એમ.એન.ચૌહાણ નાઓ છોટાઉદેપુર પોલીસ સ્ટેશનના સ્ટાફને છોટાઉદેપુર વિસ્તારમાં પ્રોહી પેટ્રોલીંગ રાખવા સુચના કરેલ જે સુચના આધારે રટાફના પોલીસ માણસો પોસ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન બાતમી હકિકત આધારે સીંગલા ગામની પાણીની ટાંકી પાસે વોચ નાકાબંધીમાં ગોઠવાય ગયેલ હતા દરમ્યાન થોડા સમય વોચમાં રહ્યા બાદ ઉપરોકત બાતમી હકીકત મુજબની મોટસાયકલ આવતા જણાતા મોટર સાયકલને કોર્ડન કરી પકડી પાડેલ અને પકડાયેલ મોટરસાયકલ જોતા કાળા કલરની હીરો કંપનીની સ્પ્લેન્ડર મોટરસાયકલ જેનો આગળ પાછળ નંબર જોતા નં. GJ-34-M-0443 ની ઉપ૨ – કંતાનના કોથળામાં ભા૨તીય બનાવટના વિદેશી દારૂ હોલ નંગ ૧૨-કિ.રૂ.૧૦,૮૦૦-/ કુલ બોટલ નંગ ૧૨૦- કુલ કિં.રૂ.૨૬,૪૦૦ નો પ્રોહી મુદ્દામાલ તથા /વિદેશી દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લીધેલ મોટ૨ સાયકલની કિ.રૂ.૫૦,૦૦૦ ગણી – /તથા અંગ ઝડતીમાંથી મળેલ મોબાઈલ નંગ ૧-કિ.ર ૫૦૦૦/- ગણી કુલ કિ.રૂ ૮૧,૪૦૦/- ના મુદામાલ સાથે એક ઇરામ નરેશભાઇ ધનસીંગભાઈ ભડીને ઝડપી પાડી ગણના પાત્ર કેસ શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાઆવેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર