ઘમેન્દ્ર શર્મા પોલીસ અધિક્ષક છોટાઉદેપુર તથા કે.એચ સુર્યવંશી નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ જીલ્લામાં ગુનાના કામે નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા આપેલ સુચના મુજબ પ્રો. ના.પો.ધ.આર.જે.પરમાર છોટાઉદેપુર પોલીસ સ્ટેશન પો.ઇન્સ એમ.એ.ચૌહાણ છોટાઉદેપુર પોલીરા સ્ટેશન નાઓના માર્ગદર્શન તથા સુપરવિઝન હેઠળ તા ૨૭/૦૫/૨૨૩ કલાક ૧૧,૩૦ વાગ્યાના સમય ગાળા દરમ્યાન છોટાઉદેપુર જનરલ હોસ્પીટલ મેટરનીટી રૂમમાં એક અજાણી મહીલા એક પુરૂષ બાળક ઉ.વ. આશરે ૫ થી ૬ માસનું એક અજાણી મહિલાને થોડીવાર સાચવો હું વૉશરૂમ જઇ આવુ છુ તેમ જણાવી બાળકને ત્યજી દઇ ગયેલ બનાવની ફરીયાદ ડૉકટર સમી૨ ગીરધરલાલ પરીખ નાઓએ આપેલ ફરિયાદના આધારે છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ઇ.પી.કો. કલમ ૩૧૭ મુજબનો ગુનો નોધવામાં આવેલ આરોપી અજાણી મહિલાને શોધી કાઢવા માટે જનરલ હોસ્પીટલ છોટાઉદેપુર તથા નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલરૂમ છોટાઉદેપુરના સી.સી.ટી.વી. કેમેરા તથા હ્યુમાં ઇન્ટેલીજન્સ મદદથી શોધખોળ કરતા બાળક ત્યજી જાર અજાણી મહિલા પાનવડથી ગાડીમાં બેસી છોટાઉદેપુર પાવરહાઉસ ચોકડી સ્ટેન્ડ ખાતે ઉતરી ત્યાથી ચાલતી ચાલતી જનરલ હોસ્પિટલ છોટાઉદેપુર ખાતે આવેલાનુ અને બાળકને હોસ્પિટલમાં ત્યજી પરત જતા રહેલાનુ જણાઇ આવતાં તાત્કાલિક પોલીસની ટીમ બનાવી સી.સી.ટી.વી. ફુટેજના ફોટોગ્રાફ સાથે તપાસ કરતા અજાણી મહીલા હોવાનુ જણાઇ આવતા આરોપી બહેનને ગણતરીના કલાકોમાં પકડી પાડી ગુનામાં અટક કરી કાર્યવાહી હાથ ધરેલ છે
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર