Gujarat

જેતપુરના ધારાસભ્યશ્રી જયેશભાઇ રાદડીયાની આગેવાની હેઠળ જેતપુર ડાં. એન્ડ પ્રિ. એશોસીએશનનું પ્રતિનિધિમંડળ દ્વારા મુખ્યમંત્રીશ્રીની ગાંધીનગર મુકામે શુભેચ્છા મુલાકાત 

તા.૨૬/૦૬/૨૦૨૩, સોમવારના રોજ જેતપુરના ધારાસભ્યશ્રી જયેશભાઇ રાદડીયાની આગેવાની હેઠળ જેતપુર ડાં. એન્ડ પ્રિ. એશોસીએશનના પ્રતિનિધિમંડળે ગાંધીનગર મુકામે ગુજરાત રાજ્યનાં મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલની શુભેચ્છા મુલાકાત લીધેલ. મુખ્યમંત્રીશ્રી સાથેની મુલાકાત દરમ્યાન એશોસીએશનના પ્રમુખશ્રી જયંતિભાઇ રામોલીયા દ્વારા જેતપુરના ટેક્ષટાઇલ ઉદ્યોગના વિવિધ પ્રશ્નોની સાથે જેતપુરના ટેક્ષટાઇલ ઉદ્યોગ માટે નવી જીઆઇડીસીની ફાળવણી કરવા અંગેની રજુઆત કરવામાં આવેલ અને મુખ્યમંત્રીશ્રીએ આ અંગે યોગ્ય કાર્યાવાહી કરવાની ખાત્રી આપેલ છે. અને જેતપુરના ધારાસભ્યશ્રી જયેશભાઇ રાદડીયા દ્વારા મુખ્યમંત્રીશ્રી સાથે ચર્ચા દરમ્યાન જેતપુરના ટેક્ષટાઇલ ઉદ્યોગના વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા જરૂરી તમામ મદદ મેળવવાની ખાત્રી મેળવેલ છે.  સદરહુ મુલાકાત દરમ્યાન પ્રતિનિધિમંડળમાં જેતપુર ડાં. એન્ડ પ્રિ. એશોસીએશનના પ્રમુખશ્રી જયંતિભાઇ રામોલીયા સાથે પૂર્વપ્રમુખશ્રી ભાવિકભાઇ વૈષ્નવ, સેક્રેટરીશ્રી ચેતનભાઇ જોગી તથા સીનીયર કારોબારી સભ્યશ્રી જતીનભાઇ વડાલીયા અને શ્રી પ્રવિણભાઇ નંદાણીયા ઉપસ્થિત રહ્યા હતા. અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ વાતચીત દરમ્યાન સર્વે સભ્યો સાથે ટેક્ષટાઇલ ઉદ્યોગની તાજેતરની પરિસ્થિતિ અને સમસ્યાઓનો ચિતાર મેળવ્યો હતો. અને ભવિષ્યમાં ઉદ્યોગના વિકાસ માટે રાજ્ય સરકારની કટીબદ્ધતા વ્યક્ત કરતા એશોસીએશન વતી પ્રમુખશ્રીએ આભાર વ્યક્ત કરેલ. આમ, જેતપુર ડાં. એન્ડ પ્રિ. એશોસીએશનના પ્રતિનિધિમંડળની મુખ્યમંત્રીશ્રી સાથેની ફળદાયી શુભેચ્છા મુલાકાત બદલ પ્રમુખશ્રી જયંતિભાઇ રામોલીયા દ્વારા ધારાસભ્યશ્રી જયેશભાઇ રાદડીયાની કામગીરીને હ્રદયપુર્વક બિરદાવેલ છે. અને સાથોસાથ સર્વે સભ્યોએ પણ સદરહુ મુલાકાત બદલ રાજીપો વ્યક્ત કરેલ છે

IMG-20230627-WA0000.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *