મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાના પૂર અસરગ્રસ્ત વિસ્તારનો હવાઈ નિરીક્ષણ મારફતે ક્યાસ મેળવ્યા બાદ જૂનાગઢના બિલખા રોડ પરનાં પોલીસ તાલીમ મહાવિદ્યાલયના ખાતે આગમન થતાં પદાધિકારી-અધિકારીઓએ પુષ્પ આપી મુખ્યમંત્રીશ્રીને સહર્ષ આવકાર્યા હતા.
મુખ્યમંત્રીશ્રીની સાથે રાજ્યના મુખ્ય સચિવ શ્રી રાજકુમાર અને મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી એમ.કે. દાસનું મહાનુભાવોએ સ્વાગત કર્યું હતું
આ સ્વાગતમાં સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા, ધારાસભ્ય સર્વશ્રી દેવાભાઈ માલમ, ભગવાનજીભાઈ કરગઠિયા, સંજયભાઈ કોરડીયા, ડેપ્યુટી મેયર શ્રી ગીરીશભાઈ કોટેચા, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કિરીટભાઈ પટેલ, શહેર ભાજપ પ્રમુખ પુનિતભાઈ શર્મા, રાહત કમિશનર શ્રી આલોક પાંડે, પ્રભારી સચિવ શ્રી મનીષ ભારદ્વાજ, આઈ.જી. શ્રી મયંકસિંહ ચાવડા કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિરાંત પરીખ, કમિશનર શ્રી રાજેશ તન્ના, સાવજ ડેરીના ચેરમેન શ્રી દિનેશભાઈ ખટારીયા, પૂર્વ ધારાસભ્ય શ્રી હર્ષદભાઈ રીબડીયા, અગ્રણી શ્રી વેલજીભાઈ મસાણી સહિતના પદાધિકારી-અધિકારી જોડાયા હતા.