જૂનાગઢ જિલ્લા કક્ષાની બાળશ્રમયોગી ટાસ્કફોર્સ સમિતિ દ્વારા બાળ મજૂરી અટકાવવા માટેની રેડનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શ્રમ અધિકારી એમ.એચ.પરમાર, નાયબ નિયામક ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય જે.એમ.ત્રિવેદી, ડી.સી.પી.યુ. સોશ્યલ વર્કર જે.કે.ચાસિયા, મુન્શી મો.સલીમ, શોપ શાખા, મહાનગરપાલિકા, જૂનાગઢ સહિતના બધા રાત્રીના ૭ થી ૭ વાગ્યા દરમિયાન બાળમજૂરી નાબુદી ઝુંબેશ હેઠળ જુદી જુદી જગ્યાઓએ પાડેલા દરોડા પાડયા હતા. સંસ્થા કિંગ્સ અને કવીન્સ ફુડ, કોલેજ રોડ, જૂનાગઢના માલિક ભાર્ગવ અરવિંદભાઈ મારૂની સંસ્થામાં એક બાળશ્રમ યોગીને ગેરકાયદેસર કામે રાખી નિયત વેતન કરતાં અપૂરતું વેતન આપી વધુ કલાકો કામ કરાવીને શોષણ કરવામાં આવતું હોવાનું ધ્યાને આવ્યું હતું. આથી માલિક વિરુદ્ધ સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
વધુમાં મદદનીશ શ્રમ આયુક્ત, જૂનાગઢ શ્રી એસ.આર.ભડાણીયાએ અપીલ કરી શકે કે, કોઈપણ સંસ્થા/દુકાનધારકોના માલિકોએ બાળકો/તરુણોને ગેરકાયદેસર કામે રાખવું નહીં અને જો આવી કોઇ બાબતમાં ધ્યાન પર આવશે. તો નિયમોનુસાર કાર્યવાહી કરવામાં આવશે. ઉપરાંત જૂનાગઢ જિલ્લાને બાળ મજૂર મુકત જિલ્લો બનાવવા ઝુંબેશ હાથ ધરવામાં આવશે, તેમ મદદનીશ શ્રમ આયુક્ત, જૂનાગઢની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
