છોટાઉદેપુર નાયબ પોલિસ અધિક્ષક જે.એમ.ભરવાડ,સિનિયર કારકુન, પોલીસ ઇન્સ્પેટર વી.બી.કોઠીયા સહિત 2 પોલીસ સબ ઇન્સપેક્ટર તેમજ 7 એ એસ આઇ અને 1 હેડ કોન્સ્ટેબલ નિવૃત્ત થતા જીલ્લા પોલીસ પરિવાર દ્વારા વિદાય સંમારંભ યોજવામાં આવ્યો હતો તેઓને શાલ ઓઢાડી શુભકામનાઓ આપી વિદાય આપવામા આવી હતી. આજરોજ જીલ્લા પોલીસ વડા ધમેન્દ્ર શર્મા સહીત પોલીસ અધિકારીઓ તેમજ પોલીસ સ્ટાફના કર્મચારીઓ તથા નગરના આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ભારે હૈયે વિદાય આપી હતી.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર