છોટાઉદેપુર જિલ્લામાં પંચાયત માર્ગ મકાન વિભાગ નો ડુંગર વાંટ ગામે એક પુલ નબળો છે જયારે છોટાઉદેપુર તાલુકામાં સ્ટેટ આર એન્ડ બી વિભાગ છોટાઉદેપુર ના 3 પુલ નબળા છે જેનું સર્વે ચોમાસા પહેલા કરવામાં આવ્યું હતું પરંતુ આજદિન સુધી સરકારે આ પુલોના રીપેરીંગ માટે ગ્રાન્ટ ફાળવી નથી નબળા પુલો હોવાથી ગમે ત્યારે પુલ બેસી જાય તેવી ઘટના બની શકે છે સરકારે નબળા પુલના રીપેરીંગ માટે ચોમાસા પહેલા રીપેરીંગ થઈ જાય તે માટેની કાળજી રાખી નથી સરકાર ઉત્સવોમાં મોટા પાયે રૂપિયા ખર્ચ કરે છે પરંતુ પ્રજાની જરૂરિયાત વાળા કામો ઉપર ખર્ચ કરવામાં ઉદારતા દેખાડતી નથી અને હાલ છોટાઉદેપુર જિલ્લા ભારજ નદી ઉપર આવેલ પુલ બેસી ગયો અને અધિકારીઓ દોડતા થઇ ગયા વાહન વ્યવહાર બંધ કરવો પડ્યો હાલ લોકો 25 કિલોમીટર ફરીને જવાનો વારો આવ્યો છે સરકારે પહેલે થીજ નબળા પુલનું રીપેરીંગ કરાવ્યું હોટ તો આજે આ પરિસ્થિતિ ઉભી ના થાત છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી વિસ્તારના લોકો ભારજ નદીનો પુલનો સ્લેબ બેસી જતા લોકો હેરાન થઇ રહ્યા છે સાંસદ ,ધારાસભ્ય પુલ ની મુલાકાત લીધી નથી અને પ્રજાને પુલની બાજુમાંથી તાત્કાલિક ડાયવર્જન બનાવીને રસ્તો ચાલુ કરે તેવી માંગ ઉઠી છે
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર
