મેરી મિટ્ટી મેરા દેશ અને હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત છોટાઉદેપુર જિલ્લા પોલીસ દ્વારા આજે છોટાઉદેપુર નગરના પેટ્રોલ પંપ ચાર રસ્તા ખાતેથી તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું,તિરંગા યાત્રામાં જિલ્લા પોલીસ અધિક્ષક ઈમ્તિયાઝ શેખ, નાયબ પોલીસ અધિક્ષક ધર્મેન્દ્રસિંહ રાઠોડ સહિત મોટી સંખ્યામાં પોલીસ જવાનો તિરંગા યાત્રામાં જોડાયા હતા. આ તિરંગા યાત્રા છોટાઉદેપુર નગરના પેટ્રોલ ચાર રસ્તા ખાતેથી નીકળી અને નગરના મુખ્ય માર્ગો પર ફરી હતી.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


