છોટાઉદેપુર જીલ્લાની રોડ સેફટી કમિટીની બેઠક આજરોજ વીસી હોલ ખાતે ડીડીઓના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. ત્રિમાસિક યોજાતી આ મીટીંગમાં ગત મીટીંગની સમીક્ષા, ત્રણ માસમાં જીલ્લામાં થયેલા અકસ્માતોનું અવલોકન અને સમીક્ષા, પોલીસ અને આરટીઓ દ્વારા સંયુક્ત ફિલ્ડ વિઝીટની સમીક્ષા, રોડ એન્જિનિયરિંગ સંબંધિત મુદ્દાઓ, જનજાગૃતિ તથા પ્રચાર પ્રસાર જેવી બાબતોના અનુસંધાને બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. રીપોર્ટ મુજબ જીલ્લામાં જુન-૨૦૨૩માં ૧૪ અકસ્માતો નોંધાયા હતા. જેમાં ૯ ગંભીર અને ૫ સામાન્ય પ્રકારના અકસ્માતો હતા. જુલાઈ-૨૦૨૩માં કૂલ ૧૧ અકસ્માતો થયા હતા. જેમાં ૦૬ ગંભીર અને ૫ સામાન્ય હતા. બંને મહિનામાં છોટાઉદેપુર જીલ્લામાં કૂલ ૧૭ લોકોના મોત નીપજ્યા છે. આ અંગે નવનિયુક્ત એસપી અને જીલ્લા વિકાસ અધિકારીએ ગંભીર બાબત જણાવી ચિતા વ્યક્ત કરી હતી. અકસ્માત નિવારવા માટે જીલ્લાના નાગરિકોને સુરક્ષા સાથે વાહન ચલાવવા અનુરોધ કર્યો છે. અકસ્માતોની સંખ્યામાં ગતિ નિયંત્રણ તેમજ હેલ્મેટ, સીટ બેલ્ટ અને બેઝીક સેફટી જાળવવાથી નોંધપાત્ર ઘટાડો લાવી શકાય છે. સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી તેમજ કમિટીના સભ્ય સચિવ તમામ એજન્ડાઓ કમિટી સમક્ષ મુક્યા હતા. જે સર્વાનુમતે નિકાલ કરવા માટે સહમતી દર્શાવી હતી. આ સિવાય રોડની નજીક આવેલી શાળાઓ પાસે સ્પીડ હમ્મ મુકવા માટે શિક્ષણાધિકારી પાસેથી આવી શાળાઓનું લિસ્ટ્ માંગી તેના પર કામગીરી કરવા આરટીઓ અને આર એન્દ્ બીને સુચના આપાઈ હતી.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

