ડોન બોસ્કો હાઇસ્કુલ ગુજરાતી મીડિયમ શાળામા શાળા શપથ વિધી સમારોહનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં શાળાનાં વર્ગ મંત્રીઓ તેમજ ઉપ વર્ગ મંત્રીઓ તેમના શપથ ગ્રહણ કર્યા. તેમજ વર્ષ દરમિયાન વિવિધ પ્રવૃતિઓ માટે ચાર ટુકડીઓના કેપ્ટન તેમજ વાયસ કેપ્ટન તેમના શપથ ગ્રહણ કર્યા. શાળાના કેપ્ટન રાઠવા પરશુભાઈ સંજીભાઇ તેમજ વાયસ કેપ્ટન તરીકે રાઠવા અસ્મિતાબેન નારણભાઈ પોતાના શપથ ગ્રહણ કર્યા.. આજના મુખ્ય મહેમાન દીક્ષિત શુભમ તેમજ અતિથિ વિશેષ રાઠવા વરસનભાઈ જેઓ શાળા માજી વિદ્યાર્થી હતા તેઓ શપથ ગ્રહણ કરનાર તમામ વિદ્યાર્થીઓને શુભેછાઑ પાઠવી હતી.. સનસ્થા ના ઉપરી અને શાળા ના મેનેજરે જોર્જ કાર્લોસ, આચાર્ય ડાભી તેમજ સુપર વાયસર શૈલેષ દરજી પણ તમામને શુભેચ્છા પાઠવી હતી. ત્યારબાદ વિધાર્થીઓ માટે રમત ગમત નું આયોજન કરવામાં આવ્યું..
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર