સાંપ્રત સમયમાં ગ્લોબલ વોર્મિંગ માનવ અસ્તિત્વ માટે સૌથી મોટો ખતરો બન્યું છે,ગ્લોબલ વોર્મિંગની અસરોને ઓછી કરવાનો એકમાત્ર ઉપાય એટલે નૈસર્ગીક સંપદાને સાચવવી અને વધારવી…જેના માટે દેશના વડાપ્રધાન નરેન્દ્રમોદી દ્વારા પણ અનેકવિધ યોજનાઓ લાગુ કરી અથાગ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે,વૃક્ષારોપણને દરેક સરકારી કાર્યક્રમનો હિસ્સો બનાવવામાં આવ્યું છે,રાજ્યના વન વિભાગ દ્વારા ચોમાસાની શરૂઆત થતા ખૂબ મોટા પ્રમાણમાં વૃક્ષારોપણની કામગીરી પણ હાથ ધરવામાં આવે છે અને પ્રતિવર્ષ લાખો કરોડો વૃક્ષોનું વાવેતર પણ કરવામાં આવે છે,ત્યારે છોટાઉદેપુર વન વિભાગે વૃક્ષારોપણ માટે હરિત વસુંધરા પ્રોજેકટ અંતર્ગત એક નવા અભિગમ સાથે એક નવતર પ્રયોગ હાથ ધર્યો છે,અત્યારસુધી સામાન્ય રીતે માનવબળ દ્વારા એટલેકે જ્યાં માનવી જઈ શકે એવા વિસ્તારોમાં એવી જગ્યાઓમાં વૃક્ષારોપણ કરવામાં આવતું પણ જ્યા માનવી પહોંચી ન શકે એવા દુર્ગમ વિસ્તારોમાં કઈ રીતે વૃક્ષો વાવી શકાય….?? કારણકે છોટાઉદેપુર જિલ્લાનો ખૂબ મોટો વિસ્તાર કે જે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની સરહદે નર્મદા નદી કાંઠાનો બહોળો અને અતિ દુર્ગમ અંતરિયાળ અને ડુંગરાળ જંગલ વિસ્તાર છે,જ્યાં માનવી પહોંચી નથી શકતો અથવા માનવબળ થકી આવા વિસ્તારોમાં જઈ વૃક્ષારોપણ કરવું અશક્ય છે, ત્યારે આવા દુર્ગમ વિસ્તારોમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી ડ્રોન થકી નેકેટ સીડ્સ અને સીડ્સ બોલ્ટ નાખી વૃક્ષારોપણ કરવાનો એક નવતર પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, છોટાઉદેપુર જિલ્લાની છોટાઉદેપુર, કવાંટ, નસવાડી અને બોરીયાદ રેન્જ ના 40 હેકટર વિસ્તારની પસંદગી કરી તેમાં બિયારણ નાખ્યા બાદ આપમેળે ઊગી નીકળે એવા ખેર,ખાખરો અને કણજી જેવા વૃક્ષોના વાવેતર માટે ડ્રોન દ્વારા નેકેટ સીડ્સ અને સીડ્સ બોલ્ટ નાખી વૃક્ષારોપણ કરવાનો એક અનોખો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.છોટાઉદેપુર જિલ્લાના નાયબ વન સંરક્ષક વિષ્ણુભાઈ દેસાઈ દ્વારા આ નવા પ્રોજેકટને લાગુ કરવામાં આવ્યું છે, તેમનું માનવું છેકે આ પ્રયાસ થકી જો 10 % પણ સફળતા મળે તો 10 વખત આ પ્રક્રિયા કરી 100 % સફળતા પ્રાપ્ત કરી શકાશે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


