ધર્મેંન્દ્ર શર્મા પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર જીલ્લામાં ગુનો કરી નાસતા ફરતા તથા પકડવાના બાકી હોય તેવા જીલ્લાના તેમજ જીલ્લા બહારના આરોપીઓની ધરપકડ કરી અસરકારક કામગીરી કરવા સારૂ વિ.બી કોઠિયા પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓના માર્ગદર્શન હેઠળ આર.એસ.ડામોર પોલીસ સબ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓએ એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસોને ખાનગી રાહે બાતમી હકીકત મેળવવા સમજ કરેલ જે અનુસંધાને એલ.સી.બી સ્ટાફના પોલીસ કર્મચારીઓ ઝોઝ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી હકીકત આધારે (૧) ઝોઝ પોલીસ સ્ટેશન સી પાર્ટ ગુ.ર.નં.૧૧૧૮૪૦૧૨૨૨૦૭૬૨/૨૦૨૨ (૨) ઝોઝ પોલીસ સ્ટેશન સી પાર્ટ ગુ.ર.નં.૧૧૧૮૪૦૧૨૨૨૦૮૧૭/૨૦૨૨ પ્રોહીબીશન એક્ટ કલમ ૬૫(એ,ઇ),૯૮(૨), ૮૧ મુજબના ગુનાનો આરોપી અરવિંદભાઇ ભીખાભાઇ રાઠવા પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી ગુનાની આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


