Gujarat

છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગેરકાયદેસર એક દેશી હાથ બનાવટની માઉઝર પિસ્તોલ સાથે એક ઇસમને ઝડપી પાડતી છોટાઉદેપુર  લોકલ ક્રાઇમ બ્રાન્ચ………

                    શ્રી સંદીપ સિંહ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ, વડોદરાનાઓ તથા શ્રી આઇ.જી.શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ આર્મ એક્ટ તેમજ મિલકત સંબંધી વણશોધાયેલા ગુનાઓ શોધી કાઢી અસરકારક કામગીરી કરવા જીલ્લાના તમામ થાણા અધિકારીશ્રી તથા તમામ શાખા ઇન્ચાર્જશ્રી નાઓને સુચના કરેલ…..જે અન્વયે શ્રી વિ.એસ.ગાવિત પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓને અંગત બાતમી હકિકત મળેલ કે ઘેલવાંટ ગામ તરફ જવાના રોડ ઉપર એક ઇસમ દેશી હાથ બનાવટની માઉઝર પિસ્તોલ ગેરકાયદેસર રીતે સંતાડી રાખેલ હોવાની હકિકત અનુસંધાને વિ.એસ.ગાવિત પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓ એલ.સી.બી સ્ટાફના પોલીસ કર્મચારીઓ સાથે બાતમી હકિકતવાડી જગ્યાએ જઇ એક ઇસમને ઝડપી પાડી તેની અંગ ઝડતી તપાસ કરતા તેની પાસેથી એક દેશી હાથ બનાવટની માઉઝર પિસ્તોલ મળી આવેલ જેથી સદરી ઇસમ પાસેથી લાયસન્સ પરવાના અંગે આધાર-પુરાવો માંગતા તેની પાસે કોઇ આધાર પુરાવો મળી આવેલ નહી જેથી પકડાયેલ ઇસમ વિરૂધ્ધ આર્મ એક્ટ કલમ ૨૫(૧)(બી)(એ) મુજબ અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે
 કબ્જે કરવામાં આવેલ મુદ્દામાલ :-
(૧) દેશી હાથ બનાવટની માઉઝર પિસ્તોલ નંગ-૦૧                     કિ.રૂ.૧૦,૦૦૦/-
 પકાડાયેલ ઇસમ:-
    (૧) મોઇન ઇલમુદીન ગોહિલ રહે. નટવરપુરા છોટાઉદેપુર તા.જી.છોટાઉદેપુર.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20230810-WA0010.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *