ધર્મેન્દ્ર શર્મા પોલીસ અધિક્ષક નાઓએ સમગ્ર જીલ્લામાં પ્રોહીબિશનની પ્રવુતી નેસ્ત નાબુદ કરવા તેમજ દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા જીલ્લાના અમલદારઓને પ્રોહીની પ્રવુતી હેરાફેરી કરતા ઇસમો ઉ૫૨ વોચ રાખી અસામાજીક પ્રવુતી સદંતર રીતે નેસ્ત નાબુદ થાય તે રીતેની કાર્યવાહી કરવા જરૂરી સુચનાઓ આપવામાં આવેલ.
જે અનુરાધાને ડી.કે.રાઠોડ |/C નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ડિવીઝન છોટાઉદેપુર નાઓના માર્ગદર્શન હેઠળ આજરોજ છોટાઉદેપુર પોલીસ સ્ટેશન પોલીસ ઈન્સ્પેકટર એમ.એન.ચૌહાણ નાઓ સ્ટાફ સાથે છોટાઉદેપુર વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા તે દ૨મ્યાન નાઓને અંગત બાતમીદાર દ્વારા બાતમી હકીકત મળેલ કે કાળા કલ૨ની બજાજ કંપનીની પલ્સ૨ ૨૨૦ મોટસાયકલ માં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરીને આવના૨ છે અને તેની આગળ એક મોટર સાયકલ દારુ ભરેલ મોટર સાયકલનું પાયલોટીંગ કરી આગળ ચાલે છે જે બન્ને મોટર સાયકલ કસા૨ા ગામ તરફ આવના૨ છે.તેવી ચોક્કસ બાતમી આધારે કસારા ગામના ત્રણ રસ્તે વોચ રાખી નાકાબંધી કરતા બાતમી હકિકત વાળી બે મોટરસાયકલ આવતા જણાતા બંન્ને મોટર સાયકલોને કોર્ડન કરી પકડી પાડેલ અને જે પકડાયેલ બંન્ને મોટરસાયકલો પૈકી આગળ ચાલતી મોટરસાયકલ જોતા હીરો કંપનીની ગ્લેમર મોટરસાયકલ જેનો આગળ પાછળ નંબર જોતા GJ-34-D-1445 ની છે તથા પાછળના ભાગે દારુ ભરેલ કાળા કલરની બજાજ કંપનીની પલ્સ૨ મોટ૨સાયકલ જેનો આગળ પાછળ નંબર જોતા GJ-06-ER-6527 મા ભારતીય બનાવટના વિદેશી દારૂ પ્લાસ્ટીકના હોલ નંગ-૩૬ કિ.રૂ.૧૫,૯૪૮/- તથા લંડા પ્રાઇડ પ્રીમીયમ વ્હીસ્કી ૧૮૦ મી.લી ના કાચના કવાટરીયા નંગ- ૯૬ કિ.રૂ ૧૪,૩૦૪/- મળી કુલ બોટલ નંગ-૧૩૨ કુલ કિ.રૂ ૩૦,૨૫૨/- ના મુદામાલ સાથે ગણના પાત્ર કેન્સ શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી હાથ
ધરવામાં આવેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


