Gujarat

છોટાઉદેપુર પોસ્ટ ઓફિસ ના અધિકારી ઉપર હુમલો થતા તમામ કર્મચારીઓ પોસ્ટ ઓફિસની કામગીરી બંધ કરી તાળાં મારી  પોલીસ મથકે પહોંચતા ગ્રાહકોને હાલાકી નો સામનો કરવો પડ્યો         

છોટાઉદેપુર જિલ્લાની સૌથી મોટી પોસ્ટ ઓફીસ છોટાઉદેપુર ખાતે આવેલી છે.  જ્યાં પોસ્ટ ઓફિસના અધિકારી ઉપર હુમલો થયો હોય તેવો બનાવ બન્યો હતો. જેના રોષમાં આજરોજ કર્મચારીઓ પોસ્ટ ઓફિસને તાળા મારી કામગીરી બંધ રાખી પોલીસ મથકે હુમલાખોર વિરુષ ફરિયાદ નોંધવા પહોંચ્યા હતા. અને પોલીસ પ્રોટેક્શન ની માંગ કરી હતી.  સમગ્ર ઘટના બનતા કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો હોય તેમ લાગતું હતું.   જ્યારે દૂર દૂર ગ્રામીણ વિસ્તારોમાંથી પોસ્ટ ના જરૂરી કામે આવતા ગ્રાહકો પોસ્ટ ઓફીસ બંધ રહેતા અટવાઈ પડ્યા હતા.  અને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો.
         અત્રે ઉલ્લેખનીય છે કે   છોટાઉદેપુર પોસ્ટ ઓફિસ દ્વારા જાણવા મળ્યા મુજબ  આજરોજ સમયસર પોસ્ટ ઓફિસનું કામકાજ શરૂ થતા એક ગ્રાહક પોસ્ટ ની કામગીરી બાબતે પોસ્ટ ઓફિસના અધિકારી સાથે બોલાચાલી કરી હુમલો કરવામાં આવતા પોસ્ટ ઓફિસના તમામ કર્મચારીઓ આ હુમલા થી ગભરાઈને પોસ્ટ ઓફિસનું કામકાજ બંધ કરી હુમલાખોર વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા ગયા હતા.  પોસ્ટ ઓફિસના કામ અર્થે આવતા સેકડો ગ્રાહકો ચાલુ દિવસોમાં પોસ્ટ ઓફિસ બંધ જોઈ અચરજ પામ્યા હતા. અને પોસ્ટ ના અનેક કામો ન થતા અને ગ્રાહકોને હાલાકી નો સામનો કરવો પડ્યો હતો આ અંગે સબ ડિવિઝન ઈન્સ્પેકટર દ્વારા  જણાવ્યું હતું કે  હાલ અમારા કર્મચારીઓ ગભરાઈ ગયેલ છે પોલીસ રક્ષણ મેળવીને વહેલી તકે રાબેતા મુજબની કામગીરી શરૂ કરવામાં આવશે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20230614-WA0102.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *