Gujarat

છોટાઉદેપુર એસ ટી બસ ડેપોની બે માસમાં વિક્રમી આવક થઈ ભારે નફો થતા સ્ટાફમાં આનંદ

છોટાઉદેપુર એસ ટી બસ ડેપો વડોદરા ડિવિઝન નો સૌથી મોટો ડેપો છે. જે સૌથી વધુ આવક સમગ્ર ડિવિઝનમાં પણ રળી આપે છે. જ્યારે એપ્રિલ અને મેં માસમાં 42 લાખ રૂપિયા જેવી વધુ વિક્રમી આવક થતા આનંદ ફેલાયો છે. જ્યારે નફા કારકતા સામે ડેપો આગળ વધી રહ્યો છે. વડોદરા વિભાગમાં આવેલો છોટાઉદેપુર બસ ડેપો છેલ્લા 2 માસમાં ટ્રાફિક આવક અને કુલ આવક માં રેકોર્ડ બ્રેક આવક થતા ખર્ચ ઘટાડી નફા કરતા તરફ આગેકૂચ કરી મોડેલ ડેપો બનાવવા ડેપોની ટિમ અને સ્ટાફની મેહનત સ્પષ્ટ દેખાય છે.
               અત્રે ઉલ્લેખનીય છે કે એપ્રિલ અને મેં 2022 માં છોટાઉદેપુર ડેપોની ટ્રાફિક આવક 7 કરોડની હતી. જ્યારે ચાલુ વર્ષે માત્ર એપ્રિલ અને મેં એમ બે માસમાં 7.44 કરોડ આવક થઈ છે. 42 લાખ રૂ નો આવકમાં વધારો થયો છે. બંને માસમાં સૌરાષ્ટ્ર અને જુદા જુદા વિસ્તારોમાં આદિવાસી મુસાફરો માટે ચલાવેલ એક્સ્ટ્રા બસોના નિયમિત સંચાલનના કારણે આવકમાં વધારો થતાં નિયમિતતા માં પણ સુધારો થયો છે. જેના કારણે વિક્રમી આવક વધવા પામી છે. ઉપરાંત ખર્ચમાં પણ ઘટાડો થતાં ડેપો હાલ નફા કારકતા તરફ જઈ રહ્યો હોય તેવું જણાઈ રહ્યું છે. તથા લાંબા રૂટની એક્સપ્રેસ બસો નિયમિત થતા લોકલ બસોની પણ નિયમિતતા 98% સુધી પોહચી ગઈ છે. સાથે સાથે નો પાર્કિંગ ઝોનની અમલવારી શરૂ થતાં પણ આવકમાં વધારો થયો છે. તેમ સિનિયર એસ ટી ડેપો મેનેજર જીજ્ઞેશભાઈ ભુચે જણાવ્યું હતું.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20230714-WA0111.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *