Gujarat

અમદાવાદમાં કિન્નરો અને સ્થાનિકો વચ્ચે અથડામણ, ૪ લોકોની અટકાયત

અમદાવાદ
અમદાવાદના જમાલપુર નજીક ગધાની ચાલીમાં ગઈ કાલે કિન્નરો અને સ્થાનિકો વચ્ચે અથડામણની ઘટના બની હતી. મળતી માહિતી અનુસાર આ બબાલ જૂની અદાવતમાં થઈ હોય તેવુ સામે આવી રહ્યું છે. સ્થાનિકો અને કિન્નરો વચ્ચેની અથડામણમાં એક વાહનને અને ટાયરને આગ લગાવવામાં આવી હતી.તેમજ એક ઘરમાં પણ આગ લાગવતા ઘરનો સામના બળીને ખાખ થઈ ગયો હતો. સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલીક ધોરણે ઘટના સ્થળ પર પહોંચી સ્થિતી પર કાબૂ મેળવ્યો હતો. આ જૂથ અથડામણની ઘટનામાં પોલીસે ૪ લોકોની અટકાયત કરી છે. તેમજ વધુ તપાસ હાથ ધરી છે. તેમજ પોલીસ દ્વારા આ વિસ્તારોમાં હાલ પોલીસ દ્વારા પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે.

Page-29.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *