અમદાવાદ
અમદાવાદ શહેરના ઘાટલોડિયા વિધાનસભામાં આજે ટિફિન બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર રહ્યા હતા. સીએમ ભૂપેન્દ્ર પટેલ ઘાટલોડિયા બેઠક પરથી જ ચૂંટણી જીત્યા છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે ઘરેથી ટિફિન લઈને આવેલા કાર્યકર્તાઓ સાથે બેસીને જમણવાર કર્યો હતો.ટિફિન બેઠક માટે ઘાટલોડિયા વોર્ડના મોટી સંખ્યામાં કાર્યકરો પહોંચ્યા હતા.સાયન્સ સિટી ખાતે આવેલા આર. કે. રોયલ હોલમાં ટિફિન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા પણ ટિફિન બેઠકમાં હાજર રહ્યા હતા.લોકસભા ચૂંટણી પહેલા બીજેપી દરેક મોરચે વિપક્ષને મ્હાત આપવા કમર કસી રહી છે.આ બેઠક દરમિયાન સીએમ ભૂપેન્દ્ર પટેલે કાર્યકર્તાઓ સાથે સંવાદ પણ કર્યો હતો.
