Gujarat

વાવાઝોડા સમયે સગર્ભા PGVCLના જાેઈન્ટ MDની સરાહનીય કામગીરી

કચ્છ
કચ્છની મુલાકાતે આવેલા પ્રભારી મંત્રી પ્રફૂલ પાનસેરીયાએ પીજીવીસીએલના જાેઈન્ટ એમડી પ્રીતિ શર્માનું સન્માન કરીને બિપરજાેય વાવાઝોડા દરમિયાન તેમની કામગીરીને બિરદાવી હતી. વાવાઝોડાના કપરા સમયે પ્રીતિ શર્માએ પ્રેગનેન્સીમાં પણ રાત દિવસ જાેયા વગર પોતાની ફરજ અદા કરી હતી. પ્રભારી મંત્રીએ જણાવ્યું હતું કે, બિપરજાેય વાવાઝોડા દરમિયાન હું અને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ મોડી રાત સુધી કચ્છ કલેક્ટરની કચેરીએ પરિસ્થિતિની સમીક્ષાની કામગીરી કરી રહ્યા હતા. ત્યારે રાતના બે-બે વાગ્યા સુધી ઁય્ફઝ્રન્ના જાેઈન્ટ એમડી પ્રીતિ શર્માએ કચેરીમાં હાજરી આપીને પોતાનું કર્તવ્ય નિભાવ્યું હતું. વાવાઝોડા સમયે પ્રીતિ શર્મા સર્ગભા હોવા છતાં મોડે સુધી પીજીવીસીએલના અધિકારીઓને માર્ગદર્શન આપીને કામગીરી કરતા હતા. આ બાબતને પ્રભારીમંત્રીએ બિરદાવી હતી. આ કામગીરી માટે પ્રીતિ શર્માનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યુ. પ્રભારી મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, આવા ફરજનિષ્ઠ અધિકારીઓની રાત-દિવસ મહેનતના લીધે સરકાર ઝીરો કેઝ્‌યુઆલટીના લક્ષ્યાંકને પ્રાપ્ત કરી શકી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી હંમેશા મહિલા શક્તિને આદર આપે છે એમ જણાવીને પ્રભારી મંત્રીએ પણ પ્રીતિ શર્માની કામગીરીને બિરદાવીને પ્રસન્નતા વ્યક્ત કરી હતી. બિપરજાેય વાવાઝોડા અંગેની સમીક્ષા બેઠકમાં પ્રભારીમંત્રીએ સંબંધિત અધિકારીઓ પાસેથી માહિતી મેળવી હતી. તેમણે મકાન સહાય, વીજ પુનઃસ્થાપનની કામગીરી, ઘરવખરી સહાય, પાક નુકસાની સર્વે, શાળામાં વાવાઝોડાના લીધે નુકસાની, માછીમારી-અગરિયાઓને આર્થિક નુકસાની, પાણી પુરવઠા વિતરણ વ્યવસ્થા, કેશ ડોલ્સની ચૂકવણી, વાવાઝોડા બાદ આરોગ્યલક્ષી પગલાઓ, ધરાશાયી વૃક્ષોને દૂર કરવાની કામગીરી વગેરેની વિગતો મેળવીને સમીક્ષા કરી હતી. તેમણે જુના પેન્ડિગ કામો ઝડપથી પૂર્ણ કરવા માટે સૂચના આપી હતી. બેઠકમાં કચ્છ જીલ્લામાં તમામ રહેણાક વિસ્તારમાં વીજપુરવઠો શરૂ કરી દેવાયો છે અને ખેતીવાડી વિભાગમાં ૪૦૦ ટીમો કામ કરી હોવાનુ જણાવી ટુંક સમયમાં કચ્છમાં સર્વેની કામગીરી પુર્ણ કરી સરકાર દ્વારા નિયત કરાયેલ સહાયની ચુકવણી શરૂ કરાશે તેવો વિશ્વાસ વ્યક્ત કરી હાલ ચાલી રહેલી કામગીરીમાં જરૂરી સૂચનો કર્યો હતા.

File-02-Page-11.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *