જેતપુરમાં હોસ્પીટલમાં જગ્યામાં દબાણ કરી મદ્રેશા ચાલુ કરી દિધી
લેન્ડગ્રેબીંગની ફરીયાદ
હોસ્પીટલની ખુલ્લી જગ્યામાં ગેરકાયદે કબ્જો જમાવનાર નિઝામ પલેજા સામે ગુન્હો નોંધાયો
જેતપુરના હાજી દાઉદ હોસ્પીટલની મીલ્કતમાં દબાણ કરી મદ્રેસા ચાલુ કરી દેનાર શખ્સ વિરૂધ્ધ લેન્ડગ્રેબિગ તળે ફરીયાદ નોંધાઇ છે.
શહેરના ધોરાજી રોડ પર આવેલ હાજી દાઉદ હોસ્પીટલની મિલ્કતની ખુલ્લી જમીનમાં ગુજરાતીની વાડી વિસ્તારમાં રહેતો નાઝીમ હબીબભાઇ પલેજાએ ૩૦ વાર જેટલી જમીન ઉપર ગેરકાયદેસર રીતે કબ્જો કરી ફેન્સી લગાવી રૂમ બનાવી ત્યાં મદ્રેશા ચાલુ કરી દિધેલ હોય આ મીલ્કતના ટ્રસ્ટીઓના કુલ મુખ્ત્યાર યુસુફભાઇ અલારખાભાઇ દલવાણીએ નાઝીરનો આ જગ્યા ખાલી કરી નાખવા કહેલ છતાં કબ્જો કરી રાખેલ હોય જયારે અન્ય ૩ લોકોએ પણ કબ્જો કરેલ હતો તેને સમજાવતા તેઓએ કબ્જો જોડી દીધેલ જયારે નાઝીર જગ્યા ખાલી નહી કરતા યુસુફભાઇ એ આ અંગેની અરજી કલેકટરશ્રીને કરતા હાઇકોર્ટના હુકમ મુજબ દબાણ કરતા વિરૂધ્ધ લેન્ડ થ્રેબીનની ફરીયાદ દાખલ કરવા જણાવતા સીટી પોલીસે નાઝીર પલેજા વિરૂધ્ધ લેન્ડ ગ્રેબીગ કલમ ૪ (૩) પ (૦૧) મુજબ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
