ભાવનગર
ભાવનગરના ડમી ઉમેદવારના તોડકાંડ કેસમાં યુવરાજસિંહને શરતી જામીન મળ્યા છે. ૨૨ એપ્રિલથી યુવરાજસિંહ જેલમાં હતા. તોડકાંડમાં કુલ ૬ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. તોડકાંડમાં યુવરાજસિંહનાં બે સાળા પણ સામેલ છે. ત્યારે આ કેસમાં અન્ય પાંચ આરોપીઓને જામીન આપવામાં આવ્યા છે. પાસપોર્ટ જમા કરવા માટેની શરતનાં આધારે આ જામીન આપવામાં આવ્યા છે. યુવરાજસિંહને ૨૨ એપ્રિલથી જેલમાં છે. ત્યારે આખરે ત્રણ મહિના બાદ યુવરાજસિંહને શરતી જામીન મળ્યા છે. તોડકાંડમાં કુલ ૬ આરોપીઓની થઇ હતી. જે પૈકી એક યુવરાજસિંહ હતા અને યુવરાજસિંહનાં બે સાળા હતા. અન્ય ત્રણ લોકોની પણ આ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે તમામ છ આરોપીને આજે પાસપોર્ટ જમા કરવાની શરત સાથે જામીન આપવામાં આવ્યા છે. ભાવનગર ડમી ઉમેદવાર તોડકાંડ કેસમાં પોલીસે ૨૨ એપ્રિલે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાની ધરપકડ કરી હતી. ભાવનગર ર્જીંય્ કચેરી ખાતે પોલીસ દ્વારા યુવરાજસિંહની અંદાજે ૯ કલાક સુધી મેરેથોન પૂછપરછ કરવામાં આવી હતી. જે પછી યુવરાજસિંહની ધરપકડ કરવામાં આવી હતી.
