રાજકોટ
આગામી લોકસાભા ચૂંટણીને લઇને તમામ રાજકીય પક્ષો એક્શનમાં આવી ગયા છે, આગામી ૨૦૨૪ લોકસભા ચૂંટણીમાં રાજ્યમાં વધુમાં વધુ બેઠકો જીતવા માટે કોંગ્રેસે કવાયત હાથ ધરી દીધી છે. તાજેતરમાં જ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નવા અધ્યક્ષ બનેલા શક્તિસિંહ ગોહિલે કાર્યકર્તાઓમાં નવો જાેશ ભરવા માટે તૈયારીઓ આરંભી દીધી છે. માહિતી પ્રમાણે, આગામી દિવસોમાં રાજકોટમાં કોંગ્રેસ સેવાદળની શિબિર યોજાશે, આ દરમિયાન પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ રાજકોટમાં આવશે, પ્રદેશ કોંગ્રેસ સેવાદળના કાર્યકરો માટે ત્રણ દિવસનો વર્કશોપ પણ યોજાશે. જેમાં શક્તિસિંહ ગોહિલની સાથે કોંગ્રેસ સેવાદળના રાષ્ટ્રીય પ્રમુખ લાલજીભાઈ દેસાઈ પણ હાજર રહેશે. ખાસ વાત છે કે, લોકસભાની ચૂંટણી પૂર્વે ગુજરાતમાં કોંગ્રેસ સેવાદળને સંગઠિત કરવાની કવાયત છે. આવતા સપ્તાહમાં સંભવિત મીટીંગનું પણ આયોજન છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં લોકસભાની વધુમાં વધુ બેઠકો કબજે કરવા માટે કોંગ્રેસે અત્યારથી તૈયારીઓ આરંભી દીધી છે. હાલમાં જ પ્રદેશ કોંગ્રેસના નવા અધ્યક્ષ તરીકે શક્તિસિંહને જવાબદારી સોંપવામાં આવી છે.
