જૂનાગઢ જિલ્લાના દરિયાઈ વિસ્તારમાં સંભવિત રીતે વધુ અસર થાય તેવી શક્યતા છે. સહકાર મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માએ જિલ્લાના માંગરોળ તાલુકા અને બંદર વિસ્તારની મુલાકાત લીધી હતી. ખાસ કરીને મંત્રીશ્રીએ પવનની ગતિ સંદર્ભે અને તેની સંભવિત અસરો વિશે એન ડી આર એફના ઇન્સ્પેક્ટર શ્રી સુધીર કુમાર સાથે ચર્ચા કરી હતી.
માંગરોળ બંદર ખાતે સવારથી બપોરના ત્રણ વાગ્યા સુધીમાં પ્રતિ કલાક ૬૫ થી ૮૫ કિમી વચ્ચેની ઝડપ રહી હતી.
મંત્રીશ્રીએ લાઈટ હાઉસ એટલે કે દિવાસ્તંભની પણ મુલાકાત કરી હતી.
આ તકે ભાજપ પ્રમુખશ્રી કિરીટભાઈ પટેલ, અખિલ ભારતીય માછીમાર સમુદાયના પ્રમુખ શ્રી વેલજીભાઈ મસાણી, માંગરોળ શહેર ભાજપ પ્રમુખ શ્રી લીનેશભાઈ સોમૈયા સહિતના અગ્રણીઓ અને અધિકારી ઉપસ્થિત રહ્યા.