Gujarat

સહકાર મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માએ ચોરવાડ ખાતે દરિયા કિનારે આવેલ પ્રસિદ્ધ શ્રી દુધેશ્વર મહાદેવના ભાવપૂર્વક દર્શન કરી, સંભવીત વાવાઝોડાની આપત્તિમાંથી સુખરૂપ બહાર આવવા માટે પ્રાર્થના કરી

રાજ્યના સહકાર મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા ચોરવાડ ખાતે દરિયા કિનારે આવેલ પ્રસિદ્ધ શ્રી દુધેશ્વર મહાદેવના ભાવપૂર્વક દર્શન કરી, શિવલિંગ પર જળાભિષેક કર્યો હતો.

આ સાથે મંત્રીશ્રીએ સંભવિત વાવાઝોડામાંથી ઉગારવા માટે અને લોકોની સુખાકારી માટે પ્રાર્થના પણ કરી હતી. તેમની સાથે પ્રભારી સચિવ શ્રી મનીષ ભારદ્વાજ અને જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કિરીટ પટેલે દર્શન કરી જળાભિષેક કર્યો હતો. મંત્રીશ્રીએ મંદિરના ઇતિહાસની પણ જાણકારી મેળવી હતી.

આ તકે ધારાસભ્ય સર્વશ્રી ભગવાનજીભાઈ કરગઠિયા દેવાભાઈ માલમ, કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિરાંત પરીખ સહિતના મહાનુભાવોએ પણ શ્રી દધેશ્વર મહાદેવના દર્શન કર્યા હતા.

dudheswar-mansir-mantrishri-4.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *