બેઠક માં સરપંચશ્રીઓના વિવિધ પ્રશ્નો અને પડતી મુશ્કેલીઓની ચર્ચા કરવામાં આવી
• સરપંચ ઓના વિવિધ પ્રશ્નો અને સમસ્યાઓને સરકારશ્રીની ગાઈડલાઇન અને નીતીનિયમ ને આધીન રહી ઉકેલ લાવવાની તાલુકા વિકાસ આધિકારી દ્વારા ખાત્રી આપવામાં આવી
તાલુકા વિકાસ અધિકારી દ્વારા ગુણવતા યુક્ત કામગીરી માટે નવો SOR રેટ મુજબ ના પ્લાન – એસ્ટીમેટ નો અમલ કરવાની સુચના આપી.
ઉચાણ વાડા વિસ્તારો તથા જ્યાં પાણીના ભૂસ્તર લેવલ ખૂબ નીચા ગયેલ છે ત્યાં હેન્ડપંપ ને ૩૦૦ ફૂટ કરતા પણ ઊંડાઈ એ જવા જેતે ગ્રામ પંચાયતના ઠરાવ મુજબ એસ્ટીમેટમાં જોગવાઈ કરવાની સુચના આપવામાં આવી
આખા વર્ષ દરમિયાન જે ગ્રામ પંચાયતમાં વિકાસ ના કામો માટે ગ્રાન્ટ બીજા આયોજનમાં સમાવેશ ના થયેલ હોય તો, તેવી ગ્રામ પંચાયતોની યાદી સરપંચ સંઘ દ્વારા ટીડીઓ ને આપવામાં આવશે અને આવી પંચાયતોને પણ કોઈ પણ આયોજનમાં તેમનો સમાવેશ કરવામાં આવી તાલુકાના દરેક ગામનો સમતોલ વિકાસ હાથે ધરવામાં આવશે.
સફાઈની કે અન્ય ગ્રાન્ટો જેતે ગ્રામ પંચાયતોની નજીકની બેન્કો અથવાતો પંચાયતને વહીવટી કામગીરી માં સરળતા રહે તેવા ગ્રામ પંચાયત દ્વારા આપવામાં આવેલ બેંક ખાતામાંજ જમા કરવાના સરપંચ શ્રીઓના સુચનનો સ્વીકાર કરવામાં આવ્યો.
• સફાઈ ની કે અન્ય કોઈ ગ્રાન્ટ જિલ્લા માંથી જેવી તાલુકા પંચાયત માં આવશે તેવો તરતજ તે ગ્રાન્ટ વિલંબ વગર જેતે ગ્રામ પંચાયત ના ખાતામાં ડાયરેક્ટ જમાં કરી દેવા માં આવશે.
• જેમ પોર્ટલ દ્વારા થતા કામો કે જે બધાજ કમો મંજુરી મળેલ હોવા છતાં પેન્ડિંગ છે તે દરેક કામોની યાદીને તત્કાલિક જિલ્લા સ્તરે મોકલી ને જિલ્લા સ્તરમાં જેમ પોર્ટલ પર અપલોડ ટેન્ડર કરી યુદ્ધના ધોરણે આવા વિકાસના કામો હાથે ધરવામાં આવશે.
• દરેક સરપંચ તથા ડે. સરપંચશ્રીઓને તાલુકા પંચાયત દ્વારા તેમની ઓળખ માટેના આઇ કાર્ડ પણ ઉપબ્ધ કરાવવાની માગણીન અનુસંધાને તેની કાર્યપદ્ધતિ જાણી તેનો અમલ કરવામાં આવશે.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

