મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને
ઈન્ડેક્સ ફ્યુચર્સમાં મંગળવારે પ્રથમ સત્ર સુધીમાં 3,41,733 સોદાઓમાં કુલ રૂ.25,239.22 કરોડનું ટર્નઓવર
નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.7,172.4 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.18052.21
કરોડનો હતો.
કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 61,773 સોદાઓમાં રૂ.3,910.43 કરોડનાં કામકાજ
થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ઓક્ટોબર વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ
રૂ.58,526ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.58,674 અને નીચામાં રૂ.58,466 ના મથાળે અથડાઈ,
પ્રથમ સત્ર સુધીમાં રૂ.151 વધી રૂ.58,641ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 8
ગ્રામદીઠ રૂ.31 વધી રૂ.47,226 અને ગોલ્ડ-પેટલ ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.6 વધી રૂ.5,830ના ભાવે પહોંચ્યો
હતો. સોનું-મિની સપ્ટેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.136 વધી રૂ.58,300ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી સપ્ટેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.71,754ના ભાવે ખૂલી, દિવસ
દરમિયાન ઉપરમાં રૂ.71,997 અને નીચામાં રૂ.71,550 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.264 વધી
રૂ.71,926 ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.271 વધી રૂ.71,906 અને ચાંદી-માઈક્રો
ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.252 વધી રૂ.71,871 બોલાઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 15,007 સોદાઓમાં રૂ.1,578.3 કરોડના વેપાર થયા હતા.
તાંબુ ઓગસ્ટ વાયદો રૂ.729.80ના ભાવે ખૂલી, રૂ.4.30 વધી રૂ.733 જ્યારે એલ્યુમિનિયમ ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.1.20
વધી રૂ.198.45 તેમ જ સીસું ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.0.05 વધી રૂ.184ના ભાવ થયા હતા. જસત ઓગસ્ટ કોન્ટ્રેક્ટ
રૂ.1.75 વધી રૂ.212ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની ઓગસ્ટ વાયદો 1 કિલોદીઠ રૂ.1.15
વધી રૂ.198.70 સીસુ-મિની ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.0.05 વધી રૂ.184.45 જસત-મિની ઓગસ્ટ વાયદો રૂ.1.60 વધી
રૂ.211.85 બોલાઈ રહ્યો હતો.
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 42,353 સોદાઓમાં રૂ.1,623.24 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ
તેલ સપ્ટેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં 1 બેરલદીઠ રૂ.6,663ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,673
અને નીચામાં રૂ.6,620 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.48 ઘટી રૂ.6,626 બોલાયો હતો, જ્યારે ક્રૂડ
તેલ-મિની સપ્ટેમ્બર વાયદો રૂ.46 ઘટી રૂ.6,622 બોલાઈ રહ્યો હતો. નેચરલ ગેસ ઓગસ્ટ વાયદો 1
એમએમબીટીયૂદીઠ રૂ.218ના ભાવે ખૂલી, રૂ.4.30 ઘટી રૂ.214.30 અને નેચરલ ગેસ-મિની ઓગસ્ટ વાયદો 4.1 ઘટી
214.6 બોલાઈ રહ્યો હતો.
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે રૂ.60.43 કરોડનાં કામકાજ થયા હતા. કોટન ખાંડી ઓગસ્ટ
વાયદો સત્રની શરૂઆતમાં 1 ખાંડીદીઠ રૂ.59,800ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.59,900 અને
નીચામાં રૂ.59,620 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.120 ઘટી રૂ.59,720ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા
તેલ ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.12 ઘટી રૂ.996.60 બોલાયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.1,406.22 કરોડનાં
2,401.589 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.2,504.21 કરોડનાં 346.769 ટનના વેપાર થયા હતા.
એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.368.91 કરોડનાં 5,55,460 બેરલ તથા નેચરલ
ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.1,254.33 કરોડનાં 5,73,30,250 એમએમબીટીયૂ નાં કામ થયાં હતાં.
બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.294.90 કરોડનાં 14,824 ટન સીસુ
અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.40.07 કરોડનાં 2,164 ટન તાંબાના વાયદાઓમાં રૂ.774.49 કરોડનાં 10,588 ટન
અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.468.84 કરોડનાં 22,077 ટનના વેપાર થયા હતા. કૃષિ
કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.8.61 કરોડનાં 1,440 ખાંડી મેન્થા તેલ વાયદામાં રૂ.51.82 કરોડનાં 500.76
ટનનાં કામકાજ થયાં હતાં.
ઓપન ઈન્ટરેસ્ટ એમસીએક્સ પર પ્રથમ સત્રનાં અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 18,801.358 કિલો અને
ચાંદીના વિવિધ વાયદાઓમાં 833.318 ટન, તાંબાના વાયદાઓમાં 18,055.000 ટન, એલ્યુમિનિયમ અને
એલ્યુમિનિયમ-મિનીમાં 25,206 ટન, સીસુ અને સીસુ-મિનીમાં 4,296 ટન તથા જસત અને જસત-મિનીમાં
38,039 ટન, એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં 5,84,230 બેરલ તથા નેચરલ ગેસ
અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં 6,76,28,500 એમએમબીટીયૂ, કૃષિ કોમોડિટીઝમાં કોટન-ખાંડી વાયદામાં
16,224 ખાંડી અને મેન્થા તેલ વાયદામાં 474.48 ટનના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર બુલડેક્સ વાયદામાં રૂ.14.61 કરોડનાં 186 લોટનાં કામકાજ
થયાં હતાં. ઓપન ઈન્ટરેસ્ટ બુલડેક્સ વાયદામાં 811 લોટના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ ઓગસ્ટ વાયદો 15,688
પોઈન્ટ ખૂલી, ઉપરમાં 15,726 અને નીચામાં 15,667 બોલાઈ, 59 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 41 પોઈન્ટ વધી
15,722 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર રૂ.18052.21 કરોડનું નોશનલ
ટર્નઓવર નોંધાયું હતું. સોનું તથા સોનું-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.931.95 કરોડ, ચાંદી તથા ચાંદી-
મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.2916.08 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ
તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.8503.92 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.5680.03
કરોડનાં કામકાજ થયાં હતાં. આ સામે ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ રૂ.337.56 કરોડનું થયું હતું.
સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ સપ્ટેમ્બર રૂ.6,700 સ્ટ્રાઈક પ્રાઈસવાળો
કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.205.90ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.210 અને નીચામાં
રૂ.184.60 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.20.20 ઘટી રૂ.189.40 થયો હતો, જ્યારે નેચરલ ગેસ
ઓગસ્ટ રૂ.220 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.2.70 ખૂલી, ઉપરમાં રૂ.3.35
અને નીચામાં રૂ.1.90 રહી, અંતે રૂ.1.60 ઘટી રૂ.2.20 થયો હતો.
સોનું સપ્ટેમ્બર રૂ.59,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.485ના ભાવે ખૂલી, દિવસ
દરમિયાન ઉપરમાં રૂ.550 અને નીચામાં રૂ.480ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.45.50 વધી રૂ.538
થયો હતો, જ્યારે સોનું-મિની ઓગસ્ટ રૂ.58,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.319
ખૂલી, ઊપરમાં રૂ.422.50 અને નીચામાં રૂ.282.50 રહી, અંતે રૂ.89 વધી રૂ.408 થયો હતો.
ચાંદી ઓગસ્ટ રૂ.72,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.494.50ના ભાવે ખૂલી,
રૂ.128.50 વધી રૂ.625.50 થયો હતો, જ્યારે ચાંદી-મિની ઓગસ્ટ રૂ.72,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન
કોન્ટ્રેક્ટ રૂ.160ના ભાવે ખૂલી, રૂ.70.50 વધી રૂ.230.50 થયો હતો. તાંબુ ઓગસ્ટ રૂ.740 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ
ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.0.39 ઘટી રૂ..13 જસત સપ્ટેમ્બર રૂ.220 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ
રૂ.1.26 વધી રૂ.2.98 થયો હતો.
આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ સપ્ટેમ્બર રૂ.6,600 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1
બેરલદીઠ રૂ.185ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.210.50 અને નીચામાં રૂ.185ના મથાળે અથડાઈ,
પ્રથમ સત્ર સુધીમાં રૂ.19.60 વધી રૂ.205.70 થયો હતો, જ્યારે નેચરલ ગેસ ઓગસ્ટ રૂ.220 સ્ટ્રાઈક પ્રાઈસવાળો
પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.5.80 ખૂલી, ઉપરમાં રૂ.8.30 અને નીચામાં રૂ.5.70 રહી, અંતે રૂ.2.55
વધી રૂ.7.60 થયો હતો.
સોનું સપ્ટેમ્બર રૂ.58,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.456ના ભાવે ખૂલી, દિવસ
દરમિયાન ઉપરમાં રૂ.467.50 અને નીચામાં રૂ.401ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.42 ઘટી રૂ.416.50
થયો હતો, જ્યારે સોનું-મિની ઓગસ્ટ રૂ.58,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.127
ખૂલી, ઊપરમાં રૂ.127 અને નીચામાં રૂ.83 રહી, અંતે રૂ.27.50 ઘટી રૂ.99.50 થયો હતો.
ચાંદી ઓગસ્ટ રૂ.70,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.117ના ભાવે ખૂલી, રૂ.44.50 ઘટી
રૂ.93 થયો હતો, જ્યારે ચાંદી-મિની ઓગસ્ટ રૂ.71,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ રૂ.41ના ભાવે
ખૂલી, રૂ.75.50 ઘટી રૂ.22 થયો હતો. તાંબુ ઓગસ્ટ રૂ.740 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 કિલો દીઠ
રૂ.4.41 ઘટી રૂ.7.59 થયો હતો.


