કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયાએ જુદી-જુદી બેઠકોની સાથે તમાકુ નિયંત્રણ અધિનિયમ-૨૦૦૩ અમલીકરણ માટેની ડિસ્ટ્રીક્ટ ટોબેકો સ્ટીયરીંગ કમિટી કમ ડિસ્ટ્રીક્ટ લેવલ કો-ઓર્ડીનેશન કમિટીની બેઠકમાં ખાસ કરીને ઝૂંપડપટ્ટી વિસ્તારમાં વસવાટ કરતા લોકોમાં તમાકુનું વ્યસન વધુ પ્રમાણમાં જોવા મળતું હોવાથી કલેકટરશ્રીએ આ વિસ્તારોમાં લોકો વ્યસનથી દૂર રહે તે માટે કાઉન્સેલિંગ કરવા અને વિશેષ જનજાગૃતિ લાવવા માટે સૂચના આપી હતી. તેમજ બસ સ્ટેન્ડ જેવા જાહેર સ્થળોએ તમાકુના દુષણને ડામવા માટે દંડાત્મક કાર્યવાહી હાથ કરવા માટે સૂચના આપી હતી.
