Gujarat

ભાવનગરમાં એક્ટિવા પર જઇ રહેલા દંપતીને ઢોરે અડફેટે લીધા ઃ હાલત ગંભીર

ભાવનગર
રાજ્યમાં સતત રખડતા ઢોર અને શ્વાનનો આતંક જાેવા મળે છે. જેના કારણે ઘણા લોકો ઈજાગ્રસ્ત થાય છે તો કેટલાક લોકોને જીવ ગુમાવવાનો વારો આવે છે. આવી જ એક ઘટના ભાવનગરમાં સામે આવી છે. ભાવનગરના સિહોરના ટાણા રોડ પર એક્ટિવા પર જઈ રહેલા દંપતીને ઢોરે અડફેટે લેતા પતિ-પત્ની બંને ગંભીર ઈજાગ્રસ્ત થયા છે. તાત્કાલીક જ સ્થાનિકો દ્વારા દંપતીને સારવાર અર્થે ભાવનગરની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે. રાજ્યમાં વધતા જતા રખડતા ઢોરના આતંકથી લોકોમાં રોષ જાેવા મળી રહ્યો છે.

File-02-Page-08.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *