Gujarat

બરોડા ડેરીનું ગૂંચવાયેલ કોંકડું ઉકેલવા સી.આર. પાટીલ વડોદરા પહોંચ્યા

વડોદરા
બરોડા ડેરીનું ગૂંચવાયેલ કોંકડું ઉકેલવા સીઆર પાટીલે પ્રયાસ હાથ ધર્યો છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆરપાટીલ વડોદરા પહોંચ્યા હોવાનું સામે આવી રહ્યુ છે. વડોદરાના સર્કિટ હાઉસ ખાતે સ્થાનિક નેતાઓ સાથે બેઠક યોજી છે. આ બેઠકમાં સાંસદ રંજન ભટ્ટ, ધારાસભ્ય કેતન ઈનામદાર પણ હાજર રહ્યા છે. બરોડા ડેરીના ડિરેક્ટરોને પણ સર્કિટ હાઉસ ખાતે બોલાવાયા છે.તો બીજી તરફ બરોડા ડેરીના વિવાદ મુદ્દે સાવલીના ધારાસભ્ય કેતન ઈમાનદારે નિવેદન આપ્યુ છે. તેમને જણાવ્યુ છે કેપાર્ટી જે પણ મેન્ડેટ આપશે તેનો તમામ ડિરેક્ટરો અમલ કરવાના જ છે. તો અગાઉ બરોડા ડેરી મુદ્દે ગાંધીનગરમાં બેઠક મળી હતી. પ્રદેશ ભાજપ અધ્યક્ષ ઝ્રઇ ઁટ્ઠંૈઙ્મ ના બંગલા પર બેઠક યોજવામાં આવી હતી. જેમાં વડોદરા અને છોટા ઉદેપુરના ધારાસભ્ય અને સાંસદને પણ ઉપસ્થિત રાખવામાં આવ્યા હતા.

Page-26.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *