Maharashtra

એમસીએક્સ પર ક્રૂડ તેલના વાયદાના ભાવમાં રૂ.153ની નરમાઈઃ સોનામાં મિશ્ર વલણઃ ચાંદી રૂ.158 ઢીલી કોટન-ખાંડી વાયદો રૂ.160 ઘટ્યોઃ મેન્થા તેલમાં સુધારોઃ પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ.7,724 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.41923 કરોડનું ટર્નઓવરઃ બુલડેક્સ વાયદામાં રૂ.15 કરોડનાં કામકાજ

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને
ઈન્ડેક્સ ફ્યુચર્સમાં સોમવારે પ્રથમ સત્ર સુધીમાં 5,79,818 સોદાઓમાં કુલ રૂ.49,662.28 કરોડનું ટર્નઓવર
નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.7,723.76 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો
રૂ.41923.06 કરોડનો હતો.
કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 58,563 સોદાઓમાં રૂ.3,448.16 કરોડનાં કામકાજ
થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ઓગસ્ટ વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.59,713ના
ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.59,920 અને નીચામાં રૂ.59,660 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર
સુધીમાં રૂ.19 વધી રૂ.59,840ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જૂન કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.17 ઘટી
રૂ.48,169 અને ગોલ્ડ-પેટલ જૂન કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.2 ઘટી રૂ.5,980ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની જુલાઈ
વાયદો 10 ગ્રામદીઠ રૂ.1 ઘટી રૂ.59,776ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.73,551ના ભાવે ખૂલી, દિવસ
દરમિયાન ઉપરમાં રૂ.73,766 અને નીચામાં રૂ.73,230 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.158 ઘટી
રૂ.73,638 ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની જૂન કોન્ટ્રેક્ટ રૂ.175 ઘટી રૂ.73,578 અને ચાંદી-માઈક્રો જૂન
કોન્ટ્રેક્ટ રૂ.176 ઘટી રૂ.73,576 બોલાઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 7,964 સોદાઓમાં રૂ.,958.52 કરોડના વેપાર થયા હતા.
તાંબુ જૂન વાયદો રૂ.722.05ના ભાવે ખૂલી, રૂ.3.20 ઘટી રૂ.720.70 જ્યારે એલ્યુમિનિયમ જૂન કોન્ટ્રેક્ટ રૂ.1.15 ઘટી
રૂ.204.50 તેમ જ સીસું જૂન કોન્ટ્રેક્ટ રૂ.0.10 વધી રૂ.183ના ભાવ થયા હતા. જસત જૂન કોન્ટ્રેક્ટ રૂ.1 ઘટી રૂ.213ના
ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની જૂન વાયદો 1 કિલોદીઠ રૂ.1.05 ઘટી રૂ.204.70 સીસુ-
મિની જૂન કોન્ટ્રેક્ટ રૂ.0.05 વધી રૂ.182.75 જસત-મિની જૂન વાયદો રૂ.1.10 ઘટી રૂ.213.35 બોલાઈ રહ્યો હતો.
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 77,012 સોદાઓમાં રૂ.3,304.24 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ
તેલ જૂન વાયદો સત્રની શરૂઆતમાં 1 બેરલદીઠ રૂ.5,750ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.5,750 અને
નીચામાં રૂ.5,593 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.153 ઘટી રૂ.5,671 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-
મિની જૂન વાયદો રૂ.154 ઘટી રૂ.5,674 બોલાઈ રહ્યો હતો. નેચરલ ગેસ જૂન વાયદો 1 એમએમબીટીયૂદીઠ
રૂ.189ના ભાવે ખૂલી, રૂ..70 વધી રૂ.187.90 અને નેચરલ ગેસ-મિની જૂન વાયદો 0.6 વધી 188.1 બોલાઈ રહ્યો
હતો.
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે રૂ.12.84 કરોડનાં કામકાજ થયા હતા. કોટન ખાંડી જૂન વાયદો
સત્રની શરૂઆતમાં 1 ખાંડીદીઠ રૂ.58,700ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.58,700 અને નીચામાં
રૂ.58,360 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.160 ઘટી રૂ.58,580ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ જૂન
કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.7.50 વધી રૂ.912.80 બોલાયો હતો.

કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.1,338.89 કરોડનાં
2,239.012 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.2,109.27 કરોડનાં 286.577 ટનના વેપાર થયા હતા.
એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.2,304.79 કરોડનાં 40,55,500 બેરલ તથા
નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.999.45 કરોડનાં 5,30,25,250 એમએમબીટીયૂ નાં કામ
થયાં હતાં. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.100.61 કરોડનાં 4,919
ટન સીસુ અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.12.61 કરોડનાં 690 ટન તાંબાના વાયદાઓમાં રૂ.629.37 કરોડનાં
8,735 ટન અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.215.93 કરોડનાં 10,110 ટનના વેપાર થયા હતા. કૃષિ
કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.4.23 કરોડનાં 720 ખાંડી મેન્થા તેલ વાયદામાં રૂ.8.61 કરોડનાં 93.96
ટનનાં કામકાજ થયાં હતાં.
ઓપન ઈન્ટરેસ્ટ એમસીએક્સ પર પ્રથમ સત્રનાં અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 18,239.383 કિલો અને
ચાંદીના વિવિધ વાયદાઓમાં 849.821 ટન, તાંબાના વાયદાઓમાં 17,785 ટન, એલ્યુમિનિયમ અને
એલ્યુમિનિયમ-મિનીમાં 21,105 ટન, સીસુ અને સીસુ-મિનીમાં 2,491 ટન તથા જસત અને જસત-મિનીમાં 25,046
ટન, એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં 25,64,970 બેરલ તથા નેચરલ ગેસ અને
નેચરલ ગેસ-મિની વાયદાઓમાં 6,92,28,500 એમએમબીટીયૂ, કૃષિ કોમોડિટીઝમાં કોટન-ખાંડી વાયદામાં
24,480 ખાંડી અને મેન્થા તેલ વાયદામાં 298.44 ટનના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર બુલડેક્સ વાયદામાં રૂ.15.46 કરોડનાં 191 લોટનાં કામકાજ
થયાં હતાં. ઓપન ઈન્ટરેસ્ટ બુલડેક્સ વાયદામાં 502 લોટના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ જૂન વાયદો 16,187
પોઈન્ટ ખૂલી, ઉપરમાં 16,233 અને નીચામાં 16,159 બોલાઈ, 74 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 5 પોઈન્ટ ઘટી
16,222 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર રૂ.41923.06 કરોડનું નોશનલ
ટર્નઓવર નોંધાયું હતું. સોનું તથા સોનું-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.734.98 કરોડ, ચાંદી તથા ચાંદી-
મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.787.15 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના
કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.38887.7 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.1511.4 કરોડનાં
કામકાજ થયાં હતાં. આ સામે ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ રૂ.552.82 કરોડનું થયું હતું.
સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ જૂન રૂ.5,700 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ
ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.111ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.119 અને નીચામાં રૂ.59.40 ના
મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.92.10 ઘટી રૂ.85.10 થયો હતો, જ્યારે નેચરલ ગેસ જૂન રૂ.190 સ્ટ્રાઈક
પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.7.95 ખૂલી, ઉપરમાં રૂ.8.50 અને નીચામાં રૂ.6.85
રહી, અંતે રૂ.0.25 વધી રૂ.7.90 થયો હતો.
સોનું જુલાઈ રૂ.61,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.357.50ના ભાવે ખૂલી, દિવસ
દરમિયાન ઉપરમાં રૂ.407.50 અને નીચામાં રૂ.341.50 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.10 વધી રૂ.400
થયો હતો, જ્યારે સોનું-મિની જૂન રૂ.60,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.410 ખૂલી,
ઊપરમાં રૂ.444 અને નીચામાં રૂ.351 રહી, અંતે રૂ.9.50 ઘટી રૂ.417 થયો હતો.
ચાંદી જૂન રૂ.75,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.605ના ભાવે ખૂલી, રૂ.107 ઘટી
રૂ.723.50 થયો હતો, જ્યારે ચાંદી-મિની જૂન રૂ.74,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ રૂ.900ના ભાવે
ખૂલી, રૂ.122 ઘટી રૂ.931.50 થયો હતો. તાંબુ જૂન રૂ.750 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ
રૂ.1.01 ઘટી રૂ.1.17 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોન્ટ્રેક્ટ થયો હતો.

આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ જૂન રૂ.5,600 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1
બેરલદીઠ રૂ.28.10ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.99.10 અને નીચામાં રૂ.21.50 ના મથાળે અથડાઈ,
પ્રથમ સત્ર સુધીમાં રૂ.41.50 વધી રૂ.67.10 થયો હતો, જ્યારે નેચરલ ગેસ જૂન રૂ.190 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ
ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.9.10 ખૂલી, ઉપરમાં રૂ.11.15 અને નીચામાં રૂ.8.60 રહી, અંતે રૂ.0.45
ઘટી રૂ.9.85 થયો હતો.
સોનું જુલાઈ રૂ.58,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.220.50ના ભાવે ખૂલી, દિવસ
દરમિયાન ઉપરમાં રૂ.247.50 અને નીચામાં રૂ.203.50 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.3 ઘટી રૂ.219
થયો હતો, જ્યારે સોનું-મિની જૂન રૂ.59,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.250.50
ખૂલી, ઊપરમાં રૂ.252.50 અને નીચામાં રૂ.205 રહી, અંતે રૂ.4.50 વધી રૂ.222 થયો હતો.
ચાંદી જૂન રૂ.73,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1,180ના ભાવે ખૂલી, રૂ.16 વધી
રૂ.1,001.50 થયો હતો, જ્યારે ચાંદી-મિની જૂન રૂ.73,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ રૂ.900ના
ભાવે ખૂલી, રૂ.21.50 વધી રૂ.848.50 થયો હતો. તાંબુ જૂન રૂ.720 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1
કિલો દીઠ રૂ.0.23 ઘટી રૂ.6.60 થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *