જેતપુર
જેતપુર ડિવિઝન હેઠળ જેતપુર સીટી, નવાગઢ, જેતપુર ગ્રામ્ય, જામકંડોરણા-૧ અને જામકંડોરણા-૨ એમ પાંચ જેટલા વીજ વિભાગો આવેલા છે. જેમાં બીપરજોય વાવાઝોડામાં આ પાંચેય વિભાગમાં ખૂબ મોટી ખાના ખરાબી સર્જાઈ છે. ડિવિઝન હેઠળ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં અંદાઝીત ૩૦૦ વીજ પોલ ધરાશયી થયા હતાં. આ ધરાશયી થયેલ વીજ પોલ અને વીજ ફોલ્ટની ફરીયાદ નિવારણ માટે ડિવિઝન દ્વારા ૩૨ જેટલી ટીમો બનાવવામાં આવી છે. આ ટીમ દ્વારા ચાલુ વાવાઝોડામાં પણ ૩૫ જેટલાં વીજ પોલ ઉભા કરી વીજ પ્રવાહ ચાલુ કરી દીધો હતો. અને બાકીના ધરાશયી થયેલ વીજ પોલને પણ ત્રણથી ચાર દિવસમાં ઉભા કરી દેશે તેવું જાણવા મળેલ હતું.
જ્યારે વાવાઝોડાને પગલે શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં પાંચ જેટલા વૃક્ષો ધરાશયી થયાં હતાં. જ્યારે એક મંદિર પર જીવતો વીજ વાયર પડ્યો હતો. અને બે મકાનના છાપરા ઉડી ગયા હતા સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી. શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં કાલ રાતથી આજ સાંજ સુધીમાં ૨૦ મીમી જેટલો વરસાદ નોંધાયો હતો.