Gujarat

દ્વારકા નજીક નાગેશ્વર મહાદેવ જ્યોતિર્લિંગમાં વાવાઝોડાએ તબાહી મચાવી મંદિરના પ્રાંગણમાં ૪૦ વર્ષ જૂના વૃક્ષો ધરાશાયી

દ્વારકા
દ્વારકા જિલ્લામાં બિપરજાેય વાવાઝોડાની જાેરદાર અસર જાેવા મળી છે. દ્વારકા જિલ્લામાં આજે સવારથી જ ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. દ્વારકાથી ૨૦ કિલોમીટર દૂર નાગેશ્વર મહાદેવ જ્યોતિર્લિંગમાં વાવાઝોડાએ તબાહી મચાવી છે. મંદિરના ગર્ભગૃહ સુધી પાણી પહોંચ્યા છે. જ્યોર્તિર્લિંગની આસપાસ અનેક વૃક્ષો ધરાશાયી થયા છે. મંદિરની બહાર રહેલી દુકાનોથી લઈને મંદિરની અંદર સુધી તબાહી જાેવા મળી રહી છે. શનિ મંદિર, હનુમાન મંદિર પણ ક્ષતિગ્રસ્ત થયા છે, જાે કે મૂર્તિઓને નુકશાન નથી થયું. મંદિરના પ્રાંગણમાં ૪૦ વર્ષ જૂના વૃક્ષો ધરાશાયી થયા છે. બિપરજાેય વાવાઝોડાએ દ્વારકા જિલ્લામાં ખૂબ જ નુકશાન કર્યું છે. દ્વારકાથી લગભગ ૨૦ કિલોમીટર દૂર નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિર આવ્યું છે. મંદિર પરિસરમાં વાવાઝોડાના કારણે તબાહી સર્જાઈ છે. મંદિર બહારની દુકાનોથી લઈને મંદિરની અંદર તબાહીનું તાંડવ જાેવા મળી રહ્યું છે. શનિ મંદિર, હનુમાન મંદિર ક્ષતિગ્રસ્ત થયા છે. નાગેશ્વર મંદિરના ગર્ભગૃહમાં પાણી ભરાયા છે.

File-02-Page-20.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *