પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી સાહેબશ્રી, ગુજરાત રાજય, ગાંધીનગર નાઓ દ્વારા તા.૧૦/૦૭/૨૦૨૩ થી તા.૩૧/૦૭/૨૦૨૩ સુધી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા ખાસ ડ્રાઇવનું આયોજન કરેલ હોય, ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર નાઓએ આ ડ્રાઇવ દરમ્યાન ભાવનગર રેન્જના જિલ્લાઓમા ગુનાઓ કરી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ નાઓએ અમરેલી જિલ્લામાં ગુનાઓ આચરી, પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા આરોપીઓ તથા જેલમાંથી ફરાર થયેલ કેદીઓને પકડી પાડવા અમરેલી જિલ્લા પોલીસને માર્ગદર્શન આપેલ હોય, જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. શ્રી એ. એમ. પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમે વડીયા પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૦૩/૨૦૧૫, આઇ.પી.સી. કલમ ૩૬૩, ૩૬૬, ૩૭૬ તથા પોકસો એકટ કલમ ૪, ૮ મુજબના ગુનાનો આરોપી છેલ્લા આંઠ વર્ષથી પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતો ફરતો હોય, તેમજ મજકુર લીસ્ટેડ આરોપીને ટેક્નીકલ સોર્સ અને બાતમી હકિકત આધારે આજ રોજ તા.૧૩/૦૭/૨૦૨૩ નાં રોજ વડોદરા જિલ્લાના વાઘોડીયા તાલુકાના પાંચદેવલા ગામેથી પકડી પાડી, આગળની કાર્યવાહી થવા સારૂ વડીયા પોલીસ સ્ટેશનમાં
સોંપી આપેલ છે,
પકડાયેલ આરોપીની વિગતઃ-
ચમરીયા ઉર્ફે અમરીયા રઘુનાથભાઇ અજનાર, ઉં.વ. ૨૭, રહે.અન્ડી ફળીયા ગામ, તડવી ફળીયા, તા,જોબટ, જિ.અલીરાજપુર, મધ્યપ્રદેશ હાલ રહે, પાંચદેવલા, તા.વાઘોડીયા, જિ.વડોદરા.
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા એ.એસ.આઇ. મહેશભાઇ સરવૈયા, ભગવાનભાઇ ભીલ તથા પો.કોન્સ. તુષારભાઈ પાંચાણી, ઉદયભાઇ મેણીયા, અશોકભાઇ સોલંકી દ્વારા કરવામાં આવેલ છે.
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*


