પીજીવીસીએલનાં માનવંતા ગ્રાહકશ્રીઓ,
નમસ્તે 🙏
ખાસ અગત્ય ની સૂચના/અપીલ ….
જ્યારે પણ આપણાં ઘરની લાઇટ જાય છે ત્યારે જોવું કે આખી શેરી સોસાયટી માં ગઈ છે કે ફક્ત તમારા ઘરની, જો તમારા ઘરની ફક્ત ગઈ હોય તો તે ફરિયાદ આપણાં ફોલ્ટ સેન્ટરમાં લખવી દો અને ફરિયાદ નંબર લઈ લો અને જો પીજીવીસીએલનાં કર્મચારી આવે આપને ત્યાં તે પહેલા લાઇટ આવી ગઈ હોય તો સામેથી લાઇટ આવી ગઈ છે તેવું જણાવી દેવા વિનંતી … અને જો
આખી શેરી કે સોસાયટીમાં લાઈટ ગઈ છે તો ૧૫ થી ૨૦ મિનિટ પછી ફોન કરવો અથવા ના કરો તો પણ લાઇનનો ફોલ્ટ હશે તો તેને દૂર કરી પાવર ચાલુ કરી આપશે .
કારણ કે કોઈ લાઇન બંધ થાય છે, ત્યારે તે લાઇનમાં ઓછા માં ઓછા ૫૦૦૦ થી વધુ ગ્રાહકો હોય છે, તો લાઇટ બંધ થયાની સાથે સૌ ફોન કરવા લાગે છે, જેના કારણે ફોન વ્યસ્ત આવે છે. ખરેખર લાઇન ફોલ્ટમાં જાય એટલે તે ૬૬ કેવી સબ સ્ટેશનને ખ્યાલ પડે અને તે પીજીવીસીએલને મેસેજ આપે જ છે. પરંતુ, તે પહેલાં પીજીવીસીએલને મેસેજ ના મળ્યા હોય તે પહેલા ગ્રાહકો ફોન કરવા લાગે છે. બીજું કે કોઈ લાઇન ફોલ્ટ જાય એટલે તેનું કારણ હોય કે લાઇનમાં ધડાકા થયો હોય, વાયર તૂટી ને પડ્યો હોય ,ટ્રાન્સફૉમરમાં ખામી, આગ લગાવી, લાઇનપર જાડ પડ્યું હોય, બીજું કંઈ વસ્તુ લાઇન પર ઉડીને આવી ગઈ હોય કે અડતી હોય, થાંભલો ભાંગી ગયો હોય આવા કારણો હોય શકે તો તેવા મેસેજ/માહિતી ફોલ્ટ સેન્ટરને જો આપની પાસે હોય તો તુરંત જણાવો, અન્યથા શરૂઆતની ૧૫ થી ૨૦ મિનિટ બિનજરૂરી ફોન નહીં કરવા વિનંતી.
વિશેષમાં ચોમાસામાં કેમ વારંવાર લાઇટ જાય છે તો, તાપમાનમાં વધારો થયેલ છે જે સાથે ઘરોના વીજઉપકરણમાં વધારો થયેલ છે.જે તાપમાન અને લોડના લીધે આપની સર્વિસ વાયર ગરમ થાય વાયર નું ઇન્સ્યુલેશન નબળું પડવાથી અને ઉતરાયણમાં પતંગ ની દોરી ઘસાઈ ઇન્સ્યુલેશનમાં કાપા પડી ગયા હોય અને લાઇનના ABC(કાળો વાયર ) વાયરમાં પણ ડેમેજ થયેલ હોય, તો વરસાદ આવે એટલે પાણી અંદર જવાથી ફાયર થાય છે , બીજું વીજળી પાડવા થી લાઇન માં ફીટ કરેલ પિન, ડિસ્ક ઇન્સ્યુલેટર અને ટ્રાન્સફોર્મર ફેઈલ થાય, અંડરગ્રાઉન્ડ કેબલમાં જૂના જોઇન્ટ હોય તેમા પાણી જવાથી ની શક્યતાના લીધે વીજલાઈનો ફોલ્ટમાં જતી હોય છે. જે ફોલ્ટ દૂર કરવામાં સમય લાગતો હોય છે, જેવા કારણો હોય છે.
કોઈપણ લાઇન બંધ થાય એટલે તેને ચાલુ કરવા માટે દરેક પ્રકારના પ્રયાસ પીજીવીસીએલ ના અધિકારી/કર્મચારીઓ કરતા જ હોય છે.
🎯 *ઉતાવળ કરવાથી મોટું અકસ્માત થવાની સંભાવના રહેલી છે.*
વીજકર્મીઓને સમજવા અને ધીરજ રાખી સહકાર આપવા વિનંતી છે. કારણકે આપને ઘરમાં બેઠા વીજળીના કડાકા પવનથી ડરી ને ઘરની બહાર નથી નિકળતા, જ્યારે વીજકર્મીઓ આપના ઘરનું અજવાળું કરવા માટે પોતાના જીવના જોખમે વીજલાઇન ઉપર, જોરથી આવતા વરસાદ, પવન અને વીજળીના કડાકા ધડાકા થતા હોય છે છતાં કામ કરી આપના ઘર ની વીજળી ચાલુ કરી આપે છે. અને ઉનાળા માં પણ આપને બહાર ઊભા નથી રહી સકતા ત્યારે પણ લોખંડના તપી ગયેલ થાંભલા ઉપર કલાકો સુધી ચડીને કામ કરે છે અને લાઇટ આપે છે.
એ અમારી ફરજ છે અને તેને નિભાવીએ પણ છીએ પરંતુ, અમુક માણસોએ માનવતા મૂકી દઇ ના બોલવાનું બોલી જાય છે. અપમાનિત પણ કરી જાય છે. વીજકર્મીઓની મુશ્કેલીઓને સમજી સાથ સહકાર આપવા વિનંતી.
*આપના ઘર માં જોડેલ વીજ વપરાશ મુજબ લોડ ઓછો માગેલ હોય તો વધારો માંગી લેવો જેથી લોડ મુજબ નવા ટ્રાન્સફોર્મર મૂકી શકાય અને ELCB / RCCB ફરજિયાત ફીટ કરવી આપની સુરક્ષા માટે ….*