Gujarat

ડિસેમ્બર 2021 માં બગડોલ ગ્રામ પંચાયત માં યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વિજય બનેલા ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવેલા

ડિસેમ્બર 2021 માં બગડોલ ગ્રામ પંચાયત માં યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વિજય બનેલા ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવેલા સીતાબેન જસવંતસિંહ ડાભીની સામે 25 મતથી હારેલા ઉમેદવાર રશ્મિકાબેન પ્રતાપસિંહ ડાભી એ તેમની હાર થતાં ચૂંટણી પંચના જાહેરનામા આવેલ નિર્ણયને કઠલાલ નામદાર કોર્ટમાં ઇલેક્શન પિટિશન દાખલ કરી હતી.જે આજરોજ ગામની રીતે ગ્રામજનોની આગેવાની હેઠળ બંને પક્ષોએ એકબીજાનો ભાઈચારો સચવાઈ રહે અને ગામમાં સુમેળ ભર્યું વાતાવરણ રહે અને ગામમાં કોઈ પક્ષા પક્ષી ના રહે એવા ઊમદા હેતુથી ડાભી દલપતસિંહ પુંજાભાઈ નાઓ ના કહેવાથી ચાલુ સરપંચ ના પતિ ડાભી જશવંતસિંહ રતનસિંહ , ધારાસભ્ય રાજેશભાઈ ઝાલા, વકીલ કિરણસિંહ ડાભી ખેડા જિલ્લા બક્ષીપંચ મોરચા પ્રમુખ, વકીલ દલપતસિંહ ઝાલા,ઝાલા મહેન્દ્રસિંહ ભીખાભાઈ માજી સરપંચ બગડોલ તેમજ નટવરસિંહ તખતસિંહ બંને પક્ષના વકીલો એ મધ્યસ્થતા કરી બંને પક્ષોને ગળ્યું મોં કરાવી કઠલાલ કોર્ટમાં ઇલેક્શન પિટિશન વિડ્રો કરાવી અને સમાધાન કરાવ્યું હતું.

મકસુદ કારીગર,કઠલાલ

IMG-20230721-WA0017-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *