વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ એવં શતામૃત મહોત્સવ સાળંગપુરધામ ઉપલક્ષમાં શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી અધિકમાસ પવિત્ર મંગળવારે તા.08-08-2023ના રોજ શ્રીકષ્ટભંજનદેવને દિવ્ય વાઘા તેમજ પોપકોર્ન(ધાણી)નો શણગાર કરી સવારે 05:30 કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા તથા 7:00 કલાકે શણગાર આરતી પ.પૂ. કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા કરવામાં આવેલ. અધિક શ્રાવણ માસ દરમિયાન શ્રી હનુમાન ચાલીસા પાઠ અનુષ્ઠાનનુ આયોજન કરવામાં આવેલ.તથા તેમજ મંગળવાર નિમિત્તે સાંજે મંદિરમાં શ્રી સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવેલ. હજારો ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન આ અનેરા દર્શનનૉ તેમજ મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો…..
તસવીરઃવિપુલ લુહાર,બોટાદ


