ઉના તાલુકાનાં નવાબંદર ગામમાં મુસાફરો તથા વિદ્યાર્થીઓની સંખ્યા દિવસેને દિવસે વધતી જાય છે. ત્યારે નવાબંદર ગામ માંથી કાયમ માટે 40 થી 50 વિદ્યાર્થી તથા મુસાફરો એસ ટી બસમાં અવર જવર કરતા હોય છે. અને વિદ્યાર્થીઓનો સ્કુલ સમય વહેલી સવારનો 7 વાગ્યાનો હોય પરંતું ઉના થી નવાબંદર ગા આવતી એસ ટી બસ સવારે મોડી પોહચતા વિદ્યાર્થીનીઓને પોતાની સ્કુલ ઉના પહોચવા માટે ખાનગી વાહનોમાં વઘુ ટિકિટ ભાડા ખર્ચી જવાં મજબુર બનવું પડે છે. તેમાં પણ મોડું થઈ જતાં સ્કુલમાં પેલો એક પીરીયડ પૂરો થઈ જતાં શિક્ષક પણ મોડા આવતા હોવાની ઠપકો આપતા હોય સ્કૂલના સમયે એસ ટી બસ સમયસર પહોંચે તો તમામ વિદ્યાર્થીની ઓના અભ્યાસ ન બગડે અને સમયસર સ્કૂલે પોહચી સકે છે.
એસ ટી બસ મોડી આવતા જેનાં કારણે વિદ્યાર્થી ઓનો અભ્યાસમાં પણ અસર પડતી હોય છે. અને વિદ્યાર્થીઓને શાળા છુટવાનો સમય ૧૨:૩૦ નો હોવાથી શાળા છુટયા બાદ ઘરે પહોંચવામાં પણ સમસ્યા તથા મોડુ થાય છે. જેથી વિદ્યાર્થીની ઓનાં હિતમાં ઉના થી નવાબંદર રૂટની બસ સ્કુલનાં બાળકો (વિદ્યાર્થીઓ)નો સ્કુલ સમય સવારે ૭:૦૦ વાગે નવાબંદર થી ઉના અને બપોરે ૧૨:૩૦ વાગે ઉના થી નવાબંદર માટે એસ.ટી બસ સેવા ચાલુ કરવામાં આવે તેવી વિદ્યાર્થીઓની માંગ ઉઠી હતી.. આ બાબતે નવાબંદર ગ્રામ પંચાયત સરપંચ સમજુબેન સોમવાર ભાઈ મજેઠીયા દ્વારા પણ ઉના ડેપો મેનેજર ને લેખિત રજૂઆત કરી હતી.


