Gujarat

ગુજરાત રાજ્ય દ્રારા તમામ ગ્રામ પંચાયતના વિવિધ દાખલા ઓમાં સહી ડિઝીટલ માન્ય રાખવા સૈયદ રાજપરા બંદર ગ્રામપંચાયતની માંગ….

તા.૧૫ મી ઓગષ્ટના રાષ્ટ્રીય પર્વ નિમિતે ગુજરાતની દરેક ગ્રામ પંચાયતોને ડિજીટલ જાહેર કરવા જઈ રહ્યુ છે…
ગુજરાત રાજ્ય સરકાર ગ્રામ પંચાયતોને ડિજીટલ જાહેર કરવા જઈ રહ્યુ છે. ત્યારે ગ્રામ પંચાયતમાં વિવિધ દાખલાઓ જેવા કે આવક,
રહેઠાણ વિધવા અંગેના પ્રમાણ પત્ર, આકારણીના સહીતના દાખલામાં તલાટી કમ મંત્રીની સહી ડીજીટલ માન્ય રાખી દાખલા માન્ય
રાખી અને આવનાર ૧૫ મી ઓગષ્ટના પર્વ નિમીતે લોકોને આ ભેટ આપવામાં આવે તેવી સૈયદ રાજપરા બંદર ગ્રામ પંચાયત દ્રારા
માંગ કરી હતી.
તા.૧૫ મી ઓગષ્ટના રાષ્ટ્રીય પર્વ નિમિતે ગુજરાત રાજય સરકાર દ્વારા ગુજરાતની દરેક ગ્રામ પંચાયતોને ડિજીટલ જાહેર કરવા જઈ
રહેલ છે. જેથી ગ્રામ પંચાયતોમાં તલાટી કમ મંત્રીઓની ઘટ અને કામના ભારણ તથા લોકોને પડતી મુશ્કેલીઓ ઓછી થશે. જે સંદર્ભે
હાલ એક તલાટી કમમંત્રી એક થી વધારે ગામોની જવાબદારી સંભાળતા હોવાથી ગ્રામ્ય વિસ્તારના લોકોના કામ સમયસર થતા ન
હોય જેમા પણ ખાસ કરીને આવક, રહેઠાણ, વિધવા અંગેના પ્રમાણ પત્ર, આકારણીના સહીતના દાખલાઓમાં પંચાયત દ્વારા જે
આવક, રહેઠાણ વિધવા અંગેના પ્રમાણ પત્ર,આકારણીના દાખલા ઓમાં તલાટી કમમંત્રીની સહી આવે છે તે સહી ડીજીટલ સહી પણ
માન્ય રાખવામાં આવે જેથી લોકો તથા તલાટી કમ મંત્રીઓને પડતી મુશ્કેલીઓનો હલ થાય તેમ છે તેવી માંગ સૈયદ રાજપરા બંદર
ગ્રામ પંચાયત દ્રારા કરવામાં આવી હતી. આ બાબતે પંચાયતના સરપંચ ભરતભાઇ કામળીયાએ જણાવેલ કે જે રીતે નગરપાલીકા
મહા નગર પાલીકામાં ડિઝીટલ સહીથી દાખલા કાઢી આપવામાં આવે છે તેવી રીતેજ ગ્રામ પંચાયતમાં પણ સહી ડિઝીટલ માન્ય
રાખવામાં આવે તો અરજદારોને તલાટીમંત્રીની સહી માટે રાહ જોવી ન પડે અને તાત્કાલીક દાખલાઓ મળી શકે તેવી માંગ સાથે
લેખિત રજુઆત રાજ્યના ગ્રામ ગ્રૃહ નિમાર્ણ અને ગ્રામ વિકાસ વિભાગ તેમજ પંચાયત વિભાગને કરી હતી..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *