Gujarat

નાયબ દંડક કૌશિક વેકરિયાની ઉર્જામંત્રીને રજૂઆત ખેડૂતોનાં એક જ ખાતામાં સર્વે નંબર અલગ હોય પરંતુ જમીન સળંગ હોય તો વીજ કનેકશન ફાળવો

ખેડૂતોનાં હિતમાં નિર્ણય કરવા માંગ કરાઈ
રાજયનાં તમામ ખેડૂતોને સ્પર્શતા અતિ મહત્વનાં પ્રશ્નની રજૂઆત રાજયનાં ઉર્જામંત્રીને અમરેલીનાં યુવાન ધારાસભ્ય અને વિાનસભાનાં નાયબ મુખ્ય દંડક કોશિક વેકરિયા દ્વારા કરવામાં આવી છે. એક જ ખેડૂત ખાતેદારની ખેતીની જમીન હોય અને એક જ ખાતામાં સર્વે નંબરમાં પાણીનાં દાર/કૂવા હોય તો વીજ કનેકશન બંને સર્વે નંબર માટે સળંગ જમીન હોવા છતાં હાલની સ્થિતિએ અલગ અલગ લેવા પડે છે આવી સળંગ જમીન રાવતા ખેડૂતો તેમના હાલ જે સર્વે નંબરમાં વીજ કનેકશન હોય, તેમાંથી લોડ વહેંચણી કરી એક જ કનેકશનમાંથી દાર કે કુવા પર એમ બન્ને જગ્યાએ તેમની પાસેનાં કનકરાન મુજબ લોડ વહેંચી કરી ઉપયોગ કરી શકે તો ખેડૂતોને બહુ મોટી રાહત મળી રહે તેમ છે. આવા સળંગ સર્વે નંબરની જમીન માટે ખરાઈ કરી રેવન્યુ તલાટી પાણી પત્રક નં.૧૬ કાઢી આપે અને તે પી.જી.વી.સી.એલ. માન્ય ગણે તે માટે યોગ્ય કરવા રાજયનાં ઉર્જામંત્રીને કૌશિક વેકરિયા દ્વારા પત્ર લખી | રજૂઆત કરવામાં આવી છે.
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*

IMG_20230719_151354.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *