ભારતીય ટપાલ વિભાગ દ્વારા 'Digital India for New India' ઉકત વિષય પર આધારિત પત્ર
લેખન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ પત્ર ઇનલેંડ લેટર કાર્ડમાં 500 શબ્દો સુધીમાં અથવા તો A4 સાઇઝના કાગળ પર 1000 શબ્દોનો મર્યાદા સુધીમાં
લખવાનો રહેશે. ઉકત સ્પર્ધામાં ભાગ લેવા માટે કોઈ જ વય મર્યાદા નથી.
સ્પર્ધામાં ભાગ લેનાર વ્યક્તિએ તેમનું પૂરું સરનામું, ઉંમર તેમજ મોબાઇલ નંબર લખીને પત્ર સાથે સુપ્રિટેન્ડન્ટ ઓફ પોસ્ટ
ઓફિસીઝ, જામનગર વિભાગ, ચાંદી બજાર પાસે, જામનગર ખાતે આગામી તા.31 ઓકટોબર પહેલા મોકલી આપવાનું રહેશે.
આ અંગે, વધુ જાણકારી મેળવવા માટે, સુપ્રિટેંડેંટ ઓફ પોસ્ટ ઓફિસીઝની કચેરી, બીજો માળ, જામનગર વિભાગ, જામનગરનો
સંપર્ક સાધી શકાશે. તેમ સુપ્રિટેંડેંટ ઓફ પોસ્ટ ઓફિસીઝ, જામનગર વિભાગની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
