છોટાઉદેપુર જિલ્લામાં આવેલ ભીલપૂર ગામ કે જે છોટાઉદેપુર જિલ્લાના વડા મથક થી ફક્ત 12 થી 15 કિમીના અંતરે આવેલ છે 4000 હજારની વસ્તી ધરાવતા આ ગામનો એક વિસ્તાર એવો છે કે જ્યા પ્રાથમિક સુવિધા આજ દિન સુધી પહોંચી નથી .આ ગામની ભવગોલિક સ્થતિએ છે કે આ વિસ્તારની એક તરફ નદી વહે છે તો અન્ય વિસ્તારો માથી કોતરો. જે કોતરો છે તેમાં પર થઈ પસાર થવું કઠિન છે .જ્યારે પણ ચોમાસાનું પાણી આવે ત્યારે આ રસ્તાઓ બંધ થઈ જાય છે .લોકોને ગામથી બહાર જવું મુશ્કેલ બને છે. તેમાં ખાસ કરીને જે બાળકો સ્કૂલે જતા હોઈ તેમનો અભ્યાસ પણ બગડી રહ્યો છે. બાળકો દીવાના સહારે આજે અભ્યાસ કરવા મજબૂર બન્યા છે.ગામના લોકોનું કહેવું છે કે અહી રહેતા લોકો પેઢીઓથી સમસ્યાના ભોગ બની રહ્યા છે. તેમને આજ દિન સુધી કોઈ પણ સરકારી યોજનાનો લાભ નથી મળ્યો .નથી તેમને કોઈ સરકારી આવાસો લાભ મળ્યા છે કે નતો તેમને સૌચાલ્યો નો લાભ પીવાના પાણીની કોઈ સુવિધા ના હોઈ મહિલાઓ આજે પણ નદીમા પાણી લેવા જવા મજબુર છે. ખાસ કરીને ગામના લોકો લાઈટ વિના ભારે તકલીફ વેઠી રહ્યા છે ગામના લોકોનું કહેવું છે કે તેમને તંત્રમાં વારંવારની માંગણી કરી છે પણ ભીલપૂર ગામના એક વિસ્તારમાં સરકારની યોજનાના લાભ મળે છે તો એક વિસ્તાર ના લોકો સાથે અન્યાય કેમ? આજે પણ રાત્રિના સમયે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોઈ તો દીવા ના સહારે તેમને જવું પડે છે ગામના મંદિર ના પૂજારી નું કહેવું છે કે મંદિર મા પણ લાઈટ ના હોઈ પૂજા વિધિ માં ખૂબ તકલીફ પડી રહી છે. મંદિર મા પણ જો લાઈટ ની વ્યવસ્થા સરકાર નાં કરી આપતી હોઈ તો કેટલી કમનસીબી કહેવાય વર્ષોથી એટલે કે પેઢીઓ અને પેઢીઓથી તકલીફ વેઠતા આ લોકો હવે કંટાળી ગયા છે અને હવે નક્કી કર્યું છે કે નેતાઓ કે જે વર્ષોથી મત માટે લોભ લાલચ આપી જતા રહે છે તેમની શાન ઠેકાણે લાવવા માટે તેઓ આવનારી લોક સભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી રહ્યા છે. બાપ દાદાઓનાં સમયથી રહેતા અહીના લોકો માટે રોડ રસ્તાઓ તો નથી સાથે લાઈટ ની પણ સુવિધા ના હોઈ એક દીવા સહારે અને બહાર જવું હોઈ તો ચાંદા મમાંના અજવાળે રસ્તો કાપે છે .આ બાબતે જ્યારે હાલ ના સરપંચ ને પૂછવામાં આવ્યું તો તેમને આ વિસ્તારના લોકોની સમસ્યા સાચી હોવાનું જણાવ્યું તેમને એ પણ જણાવ્યું કે વર્ષો પહેલા ના સરપંચોએ તેમની સમસ્યાને ધ્યાને નથી લીધી હું જ્યારે સરપંચ બન્યો છું ત્યારે તંત્ર માં રજૂઆતો કરી છે .વિકાસ થી વંચિત આ લોકો માટે સરકાર જ જવાબદાર છે. ચાંદા મામાં દૂર કે નહિ પણ ટૂર કે તેમ આપણા વડાપ્રધાને જણાવ્યું અહી રહેતા લોકોને ચંદ્ર પર નથી જવું પણ એક ગામના અન્ય જગ્યાએ જવા માટે પાકા રસ્તા અને ચંદ્ર જેવી રોશની એટલે કે લાઈટ ની વ્યવસ્થા કરી આપવા મા આવે તેવી આ લોકો ની માંગ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

