વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારને નવ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ,”વિકાસતીર્થ અભિયાન” અંતર્ગત છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના બહાદરપુર ખાતે 32 કરોડના ખર્ચે નિર્માણ થઈ રહેલ શિક્ષણનું ધામ નવોદય વિદ્યાલય રેસીડેન્સી સ્કુલ નું નિરીક્ષણ છોટાઉદેપુર લોકસભાના સાંસદ ગીતાબેન રાઠવા દ્રારા કરવામાં આવ્યું. સાંસદ ગીતાબેન રાઠવા સાથે પ્રદેશ યુવા મોરચા ના ઉપાધ્યક્ષ મુકેશભાઈ રાઠવા, બહાદરપુર ના સરપંચ ભૌમિક ભાઈ દેસાઈ, યુવા બોર્ડના જિલ્લા સંયોજક વિરલભાઈ વ્યાસ ઉપસ્થિત રહ્યા હતા
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


