બોક્સ
દિવસમાં અનેકવાર રેલવે ફાટક બંધ થાય છે જેને લઇને વાહનો પાંચ પાંચ દસ મિનિટ નાડા ઉપર ઉભા રહે છે અને ગંદકી અને દુર્ગંધને લઈને વાહન ચાલકોને ખૂબ મુશ્કેલી
બોડેલીના ઢોકલીયા વિસ્તારમાં આવેલી રેલવે ફાટક જે બોડેલી છોટાઉદેપુર હાઇવે પર આવેલી છે ફાટક પાસે આવેલા નાડા માં ગંદકી જોવા મળી રહી છે
હાલમાં ચોમાસા નો સમય ચાલે છે અને બીમારીઓનો ગ્રાફ પણ વધ્યો છે ત્યારે બોડેલી રેલવે ફાટક પર આવેલા નાણામાં ગંદકીને લઈને વાહન ચાલકો ને હેરાન થવાનો વારો આવી રહ્યો છે છોટાઉદેપુર રોડ પર રેલવે ફાટક આવેલી છે ત્યાં નજીકમાં જ આવેલા કોતર ના નાડા માં ગંદકીને લઈને વાહનચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવી રહ્યો છે દિવસમાં અનેકવાર રેલવે ફાટક બંધ થાય છે જેને લઇને વાહનો પાંચ પાંચ દસ મિનિટ નાડા ઉપર ઉભા રહે છે અને ગંદકી અને દુર્ગંધને લઈને વાહન ચાલકોને ખૂબ મુશ્કેલી વેઠવાનો વારો આવી રહ્યો છે ત્યારે અહીંના લોકો અને વાહન ચાલકો જણાઈ રહ્યા છે કે વહેલી તકે પોતાના નાડા ને સાફ-સફાઈ કરવામાં આવે અને ગંદકી દૂર કરવામાં આવે તેમ જણાઈ રહ્યા છે
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


