આરોગ્ય વિભાગ અને ફૂડ વિભાગ એ આવી લારી ઓ પર કડક પગલાં ભરવા જોઈએ
બોડેલીના છોટાઉદેપુર રોડ ઉપર આવેલ ચિકન ચાઈનીઝ લી લારી પર જે જગ્યા પર ચાઈનીઝ બનાવવામાં આવે છે તે જગ્યા ગંદકી જોવા રહી હતી અને તેમજ ત્યાં ખૂબ દુર્ગંધ જોવા મળી હતી
બોડેલી છોટાઉદેપુર રોડ પર લક્ષ્મી કોટન ની સામે આવેલી ચિકન ચાઈનીઝ ની લારી પર અસહ્ય ગંદકી અને દુર્ગંધ જોવા મળી હતી જેને લઈને ગ્રાહકોમાં રોષ જોવા મળ્યો હતો
આરોગ્ય વિભાગ એ આવી લારી ઓ પર કડક પગલાં ભરવા જોઈએ અને આની દરેક વસ્તુઓના સેમ્પલ લઈને તાત્કાલિક તપાસ કરવી જોઈએ તેમ અહીં આવતા ગ્રાહકો જણાઈ રહ્યા છે
હાલમાં ચોમાસાનો સમય શરૂ થઈ ગયો છે અને બીમારીઓમાં પણ વધારો જોવા મળી રહ્યો છે ત્યારે આરોગ્ય વિભાગ અને ફૂડ વિભાગ દ્વારા આવી લારીઓ પર ચેકિંગ કરી અને કાયદેસરની કાર્યવાહી કરવી પડે તેમ લોકો જણાઈ રહ્યા છે
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


