હાર્દિક કાનાબાર પ્રાચી
દિવસ દરમિયાન વારંવાર નેટવર્ક ગુલ થતા ગ્રાહકો માં રોસ
પ્રાચી તીર્થ…
પ્રાચી તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં હાલ જિયો સિમ ધારકો માં રોસ જોવા મળી રહ્યો હતો
આજના ઝડપી અને ડીઝીટલ યુગ માં તમામ કામો મોબાઇલ તેમજ ઈન્ટરનેટ થી થઈ રહ્યા છે ત્યારે પ્રાચી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં જિયો સિમ કાર્ડ ધારકો વારંવાર નેટવર્ક પ્રોબ્લેમ આવતા રોષે ભરાયા હતા હાલ નેટવર્ક ઇસ્યુ ને લીધે અનેક કામો અટવાઈ જતા હોવાથી ઓનલાઈન વર્ક તેમજ ઓનલાઈન ટ્રાન્ઝેક્સન અટકી જતા વેપારીઓ પણ અસંતોસ વ્યક્ત કરતા હતા તેમજ હાલ અભ્યાસ કરતા વિદ્યાર્થી ઓ ને પણ વધુ પડતું ઓનલાઈન શિક્ષણ હોવાથી મોબાઈલ નેટવર્ક ની જરૂર પડતી હોવાથી નેટવર્ક ઇસ્યુ ને લઈ પૂરતું હોમ વર્ક કરી શકતા નથી રિચાર્જ ના ભાવો વધતા જાય છે અને મોબાઈલ નેટવર્ક પૂરું ન મળતા વાલી ઓ માં પણ રોષ છવાયો હતો
