વાવાઝોડા કે અતિવૃષ્ટિ સમયે પશુપાલકોએ જરૂરી પગલાં લઈ પોતાના પશુઓ સુરક્ષિત રહે તે માટે જિલ્લા પશુપાલન
અધિકારીશ્રી દ્વારા જરૂરી સૂચનો કરાયાં છે.
વાવાઝોડા-અતિવૃષ્ટિ પહેલાના પગલાં
૧. ટીવી, રેડીયો અને સરકારી માધ્યમથી મળેલ સૂચનાઓનો અમલ કરવો અને અફવાઓથી દૂર રહેવું.
૨.આસપાસના પશુચિકિત્સકોની ફોન નંબર સહિતની માહિતી હાથવગી રાખવી.
૩. પશુઓને ખુલ્લા અને ઉંચા સલામત સ્થળે ખસેડવા.
૪. પશુધન માટે સૂકાચારા તથા સ્વચ્છ પાણીનો પૂરતા પ્રમાણમાં યોગ્ય સ્થળે સંગ્રહ કરવો.
વાવાઝોડા – અતિવૃષ્ટિ દરમ્યાનના પગલા
૧. પશુઓને ખીલે બાંધવા નહીં.
૨.પશુઓને ઝાડ, છાપરા નીચે જર્જરીત રહેઠાણ કે દિવાલ નજીક રાખવા નહીં.
૩. પશુધનને વિજળીના થાંભલા પાસે કે થાંભલા સાથે બાંધવા નહીં.
૪.ધેટાં, બકરાં, મરધાં જેવા પશુ-પક્ષીઓ ગુંગળાઈ ન જાય તે માટે તકેદારી રાખવી.
વાવાઝોડા-અતિવૃષ્ટિ બાદના પગલાં
૧.બિમાર પશુઓની નજીકના પશુ સારવાર કેન્દ્ર ખાતે તાત્કાલિક સારવાર કરાવવી.
૨. ગામમાં ચેપી રોગચાળા જેવી પરિસ્થિતિની જાણ નજીકના પશુ દવાખાના ખાતે તુરંત કરવી.
૩.પશુ રહેઠાણમાં ઝેરી જીવજંતુની ચકાસણી કર્યા બાદ પશુ રાખવા.
૪. વાવઝોડા બાદ તનાવગ્રસ્ત પરિસ્થિતિમાં અગમચેતીના પગલાંરૂપે રસીકરણ કરાવવું.
૫. મૃત પશુઓ માટે ઊંડો ખાડો ખોદી રાસાયણિક પાઉડરનો છંટકાવ કરી વૈજ્ઞાનિક ઢબે તેનો નિકાલ કરવો.
